Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Aamir Khan Video: આમિર ખાનની પુત્રીએ લગ્નનો વીડિયો શેર કરી Father’s day પર લાગણી વ્યક્ત કરી

07:02 PM Jun 16, 2024 | Aviraj Bagda

Amir Khan Video: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી આયરા ખાને આ વર્ષે લાંબા તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે લગ્ન કર્યા હતાં. ત્યારે લગ્નના સમયે આમિન ખાન ખુબ ભાવુક જોવા મળ્યો હતો. તો બીજી તરફ આમિર ખાનના પરિવાર સહિત અનેક બોલિવૂડના સુપસ્ટારે આવીને આમિર ખાનની પુત્રીના લગ્ન ઘામધૂમથી ઉજવ્યા હતા.

  • Aamir Khan સંગીત સેરેમનીમાં મહેમાનોનું સ્વાગત કરી રહ્યો

  • Aamir Khan સંગીત સેરેમનીમાં ગીત ગાતા સમયે ભાવુક થાય છે

  • ભવિષ્યમાં Aamir Khan ફિલ્મ સિતારે જમીનમાં જોવા મળશે

તો આજે આમિર ખાનની પુત્રી આયરા ખાને આજે સોશિયલ મીડિયા પર Father’s day પર તેણીના લગ્ન સમયના અમુક ફોટો શેર કરીને લાગણી વ્યક્ત કરી છે. આયરા ખાને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લગ્નનો ચાર મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં Aamir Khan સંગીત સેરેમનીમાં મહેમાનોનું સ્વાગત કરતો જોઈ શકાય છે. તો વીડિયોમાં Aamir Khan કહે છે કે તેની પુત્રી આયરા ખૂબ જ ઝડપથી મોટી થઈ ગઈ અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેને તેની પુત્રી પાસેથી ઘણું શીખવા મળ્યું છે.

Aamir Khan સંગીત સેરેમનીમાં ગીત ગાતા સમયે ભાવુક થાય છે

આયરાના લગ્નમાં Aamir Khan તેની પૂર્વ પત્ની કિરણ રાવ અને પુત્ર આઝાદ સાથે પણ ભાવુક થઈ ગયો હતો . વીડિયોમાં જોઈ શકાય છે કે Aamir Khan ‘ફૂલોં કા તરોં કા’ અને ‘આ ચલકે તુઝે’ ગીતો ગાતો જોવા મળી રહ્યો છે. તે જ સમયે સામે બેઠેલી આયરા અને નુપુર તેને ચીયર કરી રહ્યા છે. પરંતુ જ્યારે Aamir Khan સંગીત સેરેમનીમાં ‘બાબુલ કી દુઆં લેતી જા’ ગાય છે ત્યારે તે ખૂબ જ ભાવુક થઈ જાય છે.

ભવિષ્યમાં Aamir Khan ફિલ્મ સિતારે જમીનમાં જોવા મળશે

તો આમિર ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘સિતારે જમીન પર’માં જોવા મળશે. આ પહેલા તેણે તેની પૂર્વ પત્ની કિરણ રાવ સાથે ફિલ્મ ‘મિસિંગ લેડીઝ’ બનાવી હતી, જેની દર્શકોએ ખૂબ પ્રસંશા કરી હતી. તે ઉપરાંત જેનેલિયા ડિસોઝા પણ આમિર ખાનની ‘સિતારે જમીન પર’ માં મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે.

આ પણ વાંચો: બાગેશ્વર ધામ પહોંચ્યો ફિલ્મોનો ‘ખલનાયક’ Sanjay Dutt, બાલાજી મહારાજનાં કર્યાં દર્શન, પછી કહી આ વાત