Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

75th Republic Day : સલમાન અને શાહરૂખ ખાને ગણતંત્ર દિવસની આ રીતે પાઠવી શુભેચ્છા

12:22 AM Jan 27, 2024 | Vipul Sen

આજે 26મી જાન્યુઆરીએ આખા દેશમાં 75મા ગણતંત્ર દિવસની (75th Republic Day) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે તમામ બોલિવૂડ સ્ટાર્સે પણ આ પ્રસંગે સોશિયલ મીડિયા થકી ફેન્સને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમાં કરીના કપૂર, સોનાલી બેન્દ્રે, કેટરિના કૈફ-વિકી કૌશલ, આયુષ્માન ખુરાના જેવા ઘણા સેલેબ્સ સામેલ છે. સાથે જ શાહરૂખ ખાન અને સલમાન ખાને (Salman Khan) પણ સોશિયલ મીડિયા પર દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan) અને સલમાન ખાનને અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. અને બંનેમાંથી કોઈએ પણ આ પ્રસંગે પોતાની ખુશી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી નહોતી. બંનેમાંથી કોઈએ એક પણ પોસ્ટ કરી ન હતી. પરંતુ, હવે તેમણે ગણતંત્ર દિવસના (75th Republic Day) અવસર પર પોસ્ટ કરી છે, જેના પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

સલમાન અને શાહરૂખની પોસ્ટ

સલમાન ખાને પોતાના એક્સ (X) હેન્ડલ પર લખ્યું છે, ‘બધાને ગણતંત્ર દિવસની શુભેચ્છા.’ તે જ સમયે, શાહરૂખ ખાને તિરંગો લહેરાવતો ફોટો શેર કર્યો છે અને તેની સાથે લખ્યું કે, ‘તમારા બધાને ગણતંત્ર દિવસની (75th Republic Day) શુભકામનાઓ…આપણા રાષ્ટ્રની એકતા, શક્તિ અને ગૌરવનું પ્રતિક ત્રિરંગો હંમેશા ઊંચો ઉડતો રહે. ભારતીયો તરીકે, ચાલો આપણે આપણા દેશની પ્રગતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપીએ. જય હિંદ!’ બંને સ્ટારના ફેન્સે પણ તેમના આ માટે શુભેચ્છા પાઠવી હતી.

 

આ પણ વાંચો – FIGHTER ને મળી બંપર શુરૂઆત, જાણો કેટલી રહી કમાણી