Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

vadodara: પિકનિકની મજા ભારે પડી! દિવેરમાં નહાવા પડેલા બે યુવાનો ડૂબી જતા થયા લાપતા

08:35 AM May 25, 2024 | VIMAL PRAJAPATI

vadodara: ઉનાળામાં લોકો નદી કે, સરોવરમાં નાહવા માટે જતા હોય છે. જો કે, આ દરમિયાન અનેક લોકો ડૂબ્યા હોવાના બનાવ પણ સામે આવ્યા છે. છેલ્લા એક મહિનાથી રાજ્યમાં અનેક જગ્યાએ નાહવા ગયેલા લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આવી જ એક ઘટના દિવેરમાંથી સામે આવી છે. vadodara જિલ્લામાં આવેલ દિવેરમાં નાહવા પડેલા ભરૂચ જિલ્લાના બે યુવાનો લાપતા થયાની ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમામે આ બે યુવાનો દિવેરમાં નાહવા માટે આવ્યા. જો કે, અહીં નાહવું તેમને ભારે પડી ગયું છે. કારણ કે, બન્ને યુવાનો ડૂબ્યા હોવાની જાણકારી સામે આવી છે.

હિતેશ રમેશભાઈ પટેલ અને યશ રાકેશભાઈ પટેલ ડૂબી જતા લાપતા

નોંધનીય છે કે, ઉનાળાના વેકેશનને લઈ આજુબાજુના જિલ્લાના લોકો દિવેરમાં મજા માણવા માટે આવતા હોય છે. તો અંકલેશ્વર અને ભરૂચના મકતમપુરા ગામના 25 જેટલા લોકો શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં નાહવા માટે આવ્યા હતા. પરંતુ અહીં નાહવા માટે આવવું તેમને ભારે પડી ગયું છે. ઉલ્લેખનીય છે કે, અહીં આવેલા હિતેશ રમેશભાઈ પટેલ અને યશ રાકેશભાઈ પટેલ ડૂબી જતા લાપતા થયાની જાણકારી સામે આવી છે.

લાપતા બનેલા બંને યુવાનોને શોધવા માટે ફાયર ફાઈટર કામે લાગ્યું

મળતી વિગતો પ્રમામે અત્યારે હિતેશ રમેશભાઈ પટેલ અને યશ રાકેશભાઈ પટેલની શોધખોળ કરવા માટે કરજણ ફાયર બ્રિગેડના લશ્કરો અને સ્થાનિક તરવૈયાઓ કામે લાગી ગયા છે. નોંધનીય કે, મોડી રાત સુધી પણ આ લોકોની કોઇ ભાળ મળી નથી. સ્વાભાવિક છે કે,બે યુવાનો ડૂબી જતા ગ્રુપમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે આ યુવાનો દિવેટમાં નર્મદા નદીમાં નાહવા પડ્યા હતા. પરંતુ અહીં નાહવું તેમના માટે મોતનો દ્વારા બની ગયું. નર્મદામાં લાપતા બનેલા બંને યુવાનોને શોધવા માટે ફાયર ફાઈટર કામે લાગ્યું

આ પણ વાંચો: રાજકોટ-પંચમહાલમાં BJP કાર્યકરોએ Mamata Banerjee ના પૂતળા ફૂંક્યા, જાણો શું છે કારણ ?

આ પણ વાંચો: Patan : HNGU કેમ્પસમાં મોટી ઘટના! અડધા કલાક સુધી 7 થી વધુ વિદ્યાર્થીઓ લિફ્ટમાં ફસાયા

આ પણ વાંચો: Rajkot : 65 હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગનું સર્ચ ઓપરેશન, જાણો શું છે કારણ ?