Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

England vs Australia : મોડર્ન ક્રિકેટના સૌથી ખતરનાક બોલરને ઈંગ્લેન્ડના બેટ્સમેને ખૂબ ધોયો

11:37 AM Sep 28, 2024 |
  • ઈંગ્લેન્ડની ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત
  • ઇંગ્લેન્ડની 312 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયા 126 રનમાં ઓલઆઉટ
  • મિચેલ સ્ટાર્કનો શરમજનક રેકોર્ડ
  • ઓસ્ટ્રેલિયન વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોંઘી ઓવર ફેંકનાર બોલર બન્યો

England vs Australia : લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન (historic Lord’s ground in London) પર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની સિરીઝ ચાલી રહી છે, જેની ચોથી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને 186 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડ ટીમ (England Team) તરફથી કેપ્ટન હેરી બ્રુકે (Captain Harry Brook) 87 રનની ઇનિંગ રમી હતી અને ટીમનો સ્કોર 300 ની પાર પહોંચાડ્યો હતો. જોકે, આ મેચમાં લિયામ લિવિંગસ્ટોન (Liam Livingstone) હીરો સાબિત થયો હતો, જેણે 27 બોલમાં 62 રન બનાવી સૌ કોઇને ચોંકાવી દીધા હતા. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની હાર સાથે ટીમના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક (Mitchell Starc) ના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. શું છે આ શરમજનક રેકોર્ડ આવો જાણીએ આ આર્ટિકલમાં…

મિચેલ સ્ટાર્કના નામે શરમજનક રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાનો સૌથી ખતરનાક બોલર કે જેની સામે દિગ્ગજ બેટ્સમેનો પણ બેટિંગ કરતા ડરતા હોય છે, તેના નામે એક એવો શરમજનક રેકોર્ડ નોંધાયો છે જે તેણે પોતે પણ ક્યારેય નહીં વિચાર્યો હોય. જીહા, અહીં અમે ઓસ્ટ્રેલિયાના સૌથી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક (Mitchell Starc) વિશે વાત કરી રહ્યા છીએ. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાને 5 મેચોની સિરીઝની ચોથી વનડે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જેનું કારણ મિચેલ સ્ટાર્ક છે. જીહા, ઇંગ્લેન્ડની ઇનિંગ્સની છેલ્લી ઓવર ફેંકવા આવેલા સ્ટાર્કે પોતાની ઓવરમાં 28 રન આપ્યા હતા અને તે ઓસ્ટ્રેલિયન વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોંઘી ઓવર ફેંકનાર બોલર બની ગયો. બીજી તરફ ઈંગ્લેન્ડના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોન (England batsman Liam Livingstone) ની વિસ્ફોટક બેટિંગના કારણે સ્ટાર્કના નામે આ શરમજનક રેકોર્ડ (Shameful record) નોંધાયો હતો. આ સાથે તેણે IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીને સંપૂર્ણ રીતે પછાડી દીધો. 28 રન આપીને સ્ટાર્કે ODI ક્રિકેટમાં પોતાના નામે શરમજનક રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. આ ઇંગ્લિશ બેટ્સમેને સ્ટાર્કની છેલ્લી ઓવરમાં 4 સિક્સ અને 1 ફોર ફટકારી હતી.

લિવિંગસ્ટને સ્ટાર્કની એક ઓવરમાં ફટકાર્યા 28 રન

મિચેલ સ્ટાર્કને ઑસ્ટ્રેલિયન કૅપ્ટન દ્વારા ઇનિંગ્સની છેલ્લી ઓવર નાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં પ્રથમ બોલ પર લિવિંગસ્ટને લોંગ ઑન તરફ શોટ રમ્યો હતો અને બોલને સિક્સર ફટકારી હતી. આ પછી સ્ટાર્કે બીજા બોલ પર કોઈ રન આપ્યો ન હતો. ઓવરના ત્રીજા બોલ પર, લિવિંગસ્ટને તેને ડીપ સ્ક્વેર લેગ તરફ સિક્સર ફટકારી. જ્યારે ચોથો બોલ ફુલ ટોસ હતો, ત્યારે લિવિંગસ્ટને લોંગ ઓફ તરફ શોટ રમ્યો અને બોલ ફરીથી સિક્સર માટે ગયો. પાંચમા બોલ પર પણ સિક્સર ફટકારી અને છેલ્લા બોલ પર લિવિંગસ્ટને બેકવર્ડ પોઈન્ટ તરફ શોટ રમીને 4 રન બનાવ્યા, જેની સાથે આ ઓવરમાં કુલ 28 રન થયા. જ્યારે આ મિચેલ સ્ટાર્કની ODI કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોંઘી ઓવર હતી, તે ODI ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીની સૌથી મોંઘી ઓવર પણ હતી.

સ્ટાર્કે 8 ઓવરમાં આપ્યા 70 રન

આ મેચમાં મિચેલ સ્ટાર્કનું બોલિંગનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું જેમાં તેણે પોતાની 8 ઓવરમાં કુલ 70 રન આપ્યા હતા. આટલા રન ખર્ચ્યા બાદ પણ તેને એક વિકેટ મળી નહોતી. આ મેચમાં સ્ટાર્ક સિવાય ઓસ્ટ્રેલિયાના અન્ય બોલરોનું પ્રદર્શન પણ અપેક્ષા મુજબ રહ્યું ન હતું, જેમાં એડમ ઝામ્પાએ 66 રન અને સીન એબોટે પણ 62 રન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વરસાદથી પ્રભાવિત મેચમાં પહેલા રમતા ઈંગ્લેન્ડે 39 ઓવરમાં 312 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન બ્રુકે 87 રન બનાવ્યા જ્યારે ઓપનર બેન ડકેટે 63 રન બનાવ્યા હતા. તેના સિવાય વિકેટકીપર જેમી સ્મિથે પણ 39 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડે કરેલા 312 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 126 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ 34 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી મેથ્યુ પોટ્સે 4, બ્રેડન કારસે 3 અને જોફ્રા આર્ચરે 2 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો:  IND vs BAN 2nd Test : ખરાબ લાઈટ અને વરસાદે બગાડી મેચની મજા, શું છે તાજા સ્થિતિ?