Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સેમીફાઈનલ પહેલા ઈંગ્લેન્ડના ખેલાડી બેટિંગમાં સૂર્યકુમારના વિરાટ સ્વરૂપથી ગભરાયા, જાણો શું કહે છે બેન સ્ટોક્સ

10:31 AM Apr 22, 2023 | Vipul Pandya

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં ગ્રુપ સ્ટેજની મેચો હવે પૂરી થઈ ગઈ છે. ગ્રુપ 1મા ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ (New Zealand – England) એ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે, જ્યારે ગ્રુપ 2મા ભારત અને પાકિસ્તાન (India – Pakistan) એ જીત મેળવી છે. આવી સ્થિતિમાં હવે 10 નવેમ્બરે ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ સાથે એડિલેડમાં મુકાબલો થશે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમ જ્યારે ભારત સામે ટકરાશે ત્યારે ઘણું બધું દાવ પર લાગેલું છે, આવી સ્થિતિમાં ભારતીય ટીમ સામેની મેચ પહેલા બેન સ્ટોક્સ (Ben Stokes) એ ભારતીય ટીમના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ને લઈને મોટું નિવેદન આપ્યું છે.

સૂર્યકુમાર યાદવ કેટલાક શોટ એવા રમે છે કે હું મારું માથું ખજવાળુ છું
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) હવે પૂર્ણ થવાની આરે છે. સેમીફાઈનલની મેચ આવતી કાલે એટલે કે 9 નવેમ્બરે પાકિસ્તાન-ન્યૂઝિલેન્ડ વચ્ચે થશે, જ્યારે ગુરુવાર 10 નવેમ્બરના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલની મેચ રમાશે. જોકે, આ પહેલા ઈંગ્લેન્ડના ખેલાડીઓ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવના શાનદાર ફોર્મના કારણે ચિંતામાં મુકાયા છે. ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચેની સેમીફાઇનલ પહેલા, ઇંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોક્સ મીડિયા સાથે વાતચીત કરે છે, જ્યાં તેમણે ઝિમ્બાબ્વે સામેની મેચમાં ભારતના મિસ્ટર 360 ડિગ્રી સૂર્યકુમાર યાદવના શાનદાર પ્રદર્શન અંગે નિવેદન આપ્યું હતું. મહત્વનું છે કે, મીડિયા સાથે વાત કરતી વખતે સ્ટોક્સે કહ્યું કે, “હું હજુ પણ ઝિમ્બાબ્વે સામે સૂર્યકુમાર યાદવે ફટકારેલા શોટ્સ પર વિશ્વાસ કરી શકતો નથી.” વિશ્વના નંબર 1 સૂર્યકુમાર યાદવ વિશે વાત કરતા સ્ટોક્સે કહ્યું, “સૂર્યકુમાર યાદવ શાનદાર છે, જ્યારે તે કેટલાક શોટ રમે છે ત્યારે આપણે માથું ખંજવાળવું પડે છે.” આ સાથે જ તેણે વિરાટ કોહલી વિશે કહ્યું કે તે ઘણો સારો બેટ્સમેન છે.

સ્ટોક્સ અને સૂર્યા વચ્ચે જોવા મળશે ટક્કર
ઈંગ્લેન્ડની ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી અને T20 ફોર્મેટમાં ટીમ માટે રન બનાવવામાં નિષ્ણાત બેન સ્ટોક્સે T20 વર્લ્ડ કપ 2022મા પોતાની પ્રતિભા અનુસાર પ્રદર્શન કર્યું નથી. તેણે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 5 મેચ રમી છે જેમાં તે માત્ર એક જ વખત ડબલ ફિગર પાર કરી શક્યો છે. શ્રીલંકા સામેની છેલ્લી મેચમાં તેના બેટથી 42* રન થયા હતા, જેના કારણે ટીમ જીતી હતી. જણાવી દઈએ કે આ ઓલરાઉન્ડર ખેલાડી એકલા જ પોતાની ટીમને જીતાડવાની શક્તિ ધરાવે છે. જ્યારે ઈંગ્લેન્ડ સેમીફાઈનલમાં ભારત સામે ટકરાશે ત્યારે ઘણું બધું દાવ પર લાગશે. બેન સ્ટોક્સ ભારત સામે પ્રદર્શન કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. સૂર્યા અને સ્ટોક્સ 10 નવેમ્બરે ક્યારે ટકરાશે તે જોવું રસપ્રદ રહેશે.

સૂર્યકુમારે ટૂર્નામેન્ટમાં 75ની એવરેજથી બનાવ્યા રન
T20 વર્લ્ડ કપની શરૂઆત ખૂબ જ શાનદાર રીતે થઈ હતી, જે હવે તે તેના અંતિમ તબક્કામાં પહોંચવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં તમામ ટીમો સખત મહેનત કરી રહી છે અને જીતવા માટે પ્રયાસ કરી રહી છે. વળી, ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં શરૂઆતથી જ મજબૂત હતી. ટીમમાં વિરાટ કોહલી ઉપરાંત સૂર્યકુમાર યાદવે પણ પોતાની શાનદાર બેટિંગના કારણે આ વખતે ચારે તરફ પ્રભુત્વ જમાવ્યું છે. ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવના બેટથી ખૂબ જ રનનો વરસાદ થઇ રહ્યો છે. તેણે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 75.00ની એવરેજથી 225 રન બનાવ્યા છે. તેની ઇનિંગ્સમાં 3 અડધી સદી સામેલ છે. બીજી તરફ ઈંગ્લિશ ટીમના કેપ્ટન જોસ બટલર પણ સૂર્યાની આ ધમાકેદાર ઈનિંગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. વળી, તેની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે પણ સૂર્યકુમાર યાદવના જોરદાર વખાણ કર્યા છે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.