+

2022ના વર્ષમાં એલન મસ્ક બન્યા ટ્વીટરના માલિક, આ રીતે ચાલી આખી ડીલ, જાણો

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક અને ટ્વીટર વચ્ચે આશરે આઠ થી નવ મહિના સુધી લડત બાદ અંતે એલોન મસ્કે ટ્વીટરની કમાન સંભાળી હતી. વર્ષ 2022માં એલોન મસ્ક ટ્વીટરના માલિક બન્યા હતા. ટ્વીટર  અને એલોન મસ્કની આ ડીલ અને ડીલ પછીના નિર્ણયો લેવાયા જે 2022ના વર્ષમાં ખુબ ચર્ચાયા.ટાઈમ લાઈન4 એપ્રીલ 2022એલોન મસ્કે ટ્વીટરના 9.2% શેર કરી લીધાંની ટ્વીટરે કરી જાહેરાત5 એપ્રીલ 2022કંપનીના શેરમાં હિસ્સેદારી બાદ મàª
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક અને ટ્વીટર વચ્ચે આશરે આઠ થી નવ મહિના સુધી લડત બાદ અંતે એલોન મસ્કે ટ્વીટરની કમાન સંભાળી હતી. વર્ષ 2022માં એલોન મસ્ક ટ્વીટરના માલિક બન્યા હતા. ટ્વીટર  અને એલોન મસ્કની આ ડીલ અને ડીલ પછીના નિર્ણયો લેવાયા જે 2022ના વર્ષમાં ખુબ ચર્ચાયા.
ટાઈમ લાઈન
4 એપ્રીલ 2022
  • એલોન મસ્કે ટ્વીટરના 9.2% શેર કરી લીધાંની ટ્વીટરે કરી જાહેરાત
5 એપ્રીલ 2022
  • કંપનીના શેરમાં હિસ્સેદારી બાદ મસ્ક ટ્વીટરના બોર્ડમાં સામેલ થયાં બાદ બોર્ડમાં સામેલ થવાનો ઈનકાર
14 એપ્રીલ 2022
  • ટ્વીટરને જ ખરીદી લેવાની ઓફર આપી જે શેરધારકોએ મંજુર કરી
9 જુલાઈ 2022
  • મસ્કે ટ્વીટર નહી ખરીદવાનો નિર્ણય લેતા વિલય સમજૂતીના ભંગ થયો, ટ્વીટર કોર્ટના શરણે પહોંચ્યું
28 ઓક્ટોબર 2022
  • બંને પક્ષોની દલીલ સાંભળી કોર્ટમાં 17 ઓક્ટોબરે ટ્રાયલ થવાની હતી તે પહેલાં જ એલન મસ્ક ટ્વીટર ખરીદવાનું નક્કી કરી લીધું અને 28 ઓક્ટોબરે ડીલ પૂર્ણ કરી.
ટ્વીટરના અધિગ્રહણની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ એલોન મસ્કે તાબડતોબ એવા નિર્ણયો લીધા જેણે સમગ્ર દુનિયાને ચોંકાવી હતી.
  • CEO પરાગ અગ્રવાલ અને પોલીસી ડિરેક્ટર વિજયા ગાડ્ડેને છુટા કર્યાં. બોર્ડ ભંગ કરી પોતે એકલા ડાયરેક્ટર બન્યા
  • ખોટી માહિતી અને હેટ સ્પિચ અટકાવવા કંટેન્ટ મોડરેશન કાઉન્સિલ બનાવવાનો નિર્ણય
  • 1લી નવેમ્બર 2022ના રોજ એકાઉન્ટ વેરિફિકેશન (બ્લુ ટીક) માટે 8 ડોલર (આશરૂ રૂ. 660) પ્રતિમાસ ચાર્જ થશે તે નિર્ણય કર્યો જેણે દુનિયાને ચોંકાવી
  • હજારો કર્મચારીઓને છુટાં કર્યાં અને જે નોકરી કરતા હતા તેમને વધારે કલાક કામ કરવા કહ્યું જેથી અનેક કર્મચારીઓએ સ્વૈચ્છિક નોકરી છોડી
  • ટ્રમ્પનું સસ્પેન્ડ થયેલું ટ્વીટર એકાઉન્ટ બહાલ કર્યું
  • 15 ડિસેમ્બરે અનેક પત્રકારોના એકાઉન્ટ સસ્પેન્ડ કરતા તેની ટીકાઓ થતાં ફરી તે એકાઉન્ટ શરૂ કર્યાં
  • 19 ડિસેમ્બરે ટ્વીટર પર પોલ શરૂ કર્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter