Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એલોન મસ્કનું ટ્વિટર ખરીદવાનું સપનું થશે પૂર્ણ, 43 અરબ ડોલરની ઓફરને મળી ગઈ બોર્ડની મંજૂરી

10:30 PM Apr 28, 2023 | Vipul Pandya

ટેસ્લાના CEO એલોન મસ્ક ટ્વિટરના નવા માલિક બની શકે છે. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ
એલોન મસ્કનું ટ્વિટર ખરીદવાનું સપનું સાકાર થતું દેખાઈ રહ્યું છે. ટેસ્લાના સીઇઓએ
અમેરિકન માઇક્રોબ્લોગિંગ સાઇટને
$43 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી હતી. ટ્વિટરના બોર્ડે તેમની ઓફરને
મંજૂરી આપી દીધી છે. એલોન મસ્ક ટ્વિટરના સૌથી મોટા શેરધારકોમાંના એક છે. ટ્વિટરમાં
તેમની
9.2 ટકા ભાગીદારી છે. થોડા
દિવસ પહેલા જ તેણે ટ્વિટરમાં મોટો હિસ્સો ખરીદવાની માહિતી આપી હતી. થોડા દિવસો બાદ
તેણે ટ્વિટર ખરીદવાની ઓફર કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી.
આ સમાચાર વચ્ચે પ્રીમાર્કેટ ટ્રેડિંગમાં ટ્વિટરના શેર 5.3%
વધ્યા છે. તો ટ્વિટર તેની માલિકી એલોન મસ્કને આપવા માટે તૈયાર છે.


સોમવારે એલોન મસ્ક અને
ટ્વિટરના બોર્ડ વચ્ચે વાતચીત થઈ હતી. આ વાતચીતમાં બોર્ડે મસ્કની ઓફર સ્વીકારી હતી.
જો કે હજુ સુધી આ ડીલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ અંગેની જાહેરાત ટૂંક
સમયમાં કરવામાં આવશે. તેમની આ ઓફર બાદ તમામ પ્રકારની અટકળોનું બજાર ગરમ થયું હતું.
મળતી માહિતી મુજબ ટ્વિટર તેમની ઓફર સ્વીકારવા માટે સંમત થઈ ગયું છે.
14 એપ્રિલના રોજ એક નિયમનકારી
ફાઇલિંગમાં
, એલોન મસ્કે ટ્વિટરનો સંપૂર્ણ 100% હિસ્સો પ્રતિ શેર $54.20ના ભાવે ખરીદવાની માહિતી આપી હતી. સાથે જ કહ્યું
કે આ સોશિયલ મીડિયા કંપનીમાં બદલાવની જરૂર છે. પોતાની ઓફરને સર્વશ્રેષ્ઠ અને અંતિમ
ગણાવતા તેણે એમ પણ કહ્યું કે જો ટ્વિટર તેમની ઓફર સ્વીકારશે નહીં તો તેણે શેરધારકો
તરીકેની પોતાની સ્થિતિ પર પુનર્વિચાર કરવો પડશે.