Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એલન મસ્કે Twitter માં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 4400 કર્મચારીઓને નોકરીમાંથી દુર કર્યા

09:39 AM Apr 19, 2023 | Vipul Pandya

એલન મસ્કે (Elon Musk) જ્યારથી ટ્વિટરની કમાન સંભાળી છે ત્યારથી તેમના નિર્ણયો ચર્ચાનો વિષય બની રહ્યા છે.  તાજેતરમાં જ એલન મસ્કે તેના અડધો અડધ કર્મચારીઓને નોકરીમાંથી છૂટ્યા કર્યા હતા.. બાદમાં તેમાંથી કેટલાક લોકોને નોકરી પર પરત લીધા હતા. હવે મસ્કે  4400 થી વધુ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કંપનીમાંથી દુર કરી દીધા છે. 
શું કામ કરતા હતા આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ?
ટ્વિટર (Twitter) અને અન્ય મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નફરત ફેલાવતી સામગ્રીને  નિયંત્રિત કરવા આઉટસોર્સ કરેલા કર્મચારીઓ ખુબજ મહત્વપૂર્ણ છે. ટ્વિટરે હવે આવી સામગ્રી પર દેખરેખ રાખતા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું છે. અગાઉ 4 નવેમ્બરના રોજ ટ્વિટરે તેના કાયમી કર્મચારીઓને (Twitter Employees) તેમની હકાલપટ્ટી અંગે માહિતી આપતો ઈ-મેલ મોકલ્યો હતો.

છટણીને લઇને શું કહ્યું કર્મચારીઓએ ?
હવે મસ્કે કોન્ટ્રાક્ટ કામદારોની છટણી કરવાનું શરૂ કર્યું છે. કર્મચારી મેલિસા ઇન્ગેલ જે એક વર્ષથી વધુ સમયથી ટ્વિટર સાથે કામ કરી રહી છે, તે એ  લોકોમાં સામેલ છે જેમને શનિવારે બરતરફ કરવામાં આવ્યા.. મેલિસાએ કહ્યું કે મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવાથી ટ્વિટર પર “સ્થિતિ” વધુ ખરાબ થવાની સંભાવના છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.