Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એલન મસ્કના મનમાં ગુજરાત વસેલું છે: ઋષિકેશ પટેલ

07:03 PM Dec 28, 2023 | Hiren Dave

રાજ્યમાં આગામી દિવસોમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં દુનિયાભરમાંથી રોકાણ કરો આવી રહ્યા છે. આ વચ્ચે એલન મસ્કની ટેસ્લા કંપની રાજ્યમાં રોકાણ કરી શકે છે. જેના માટે બેઠકોનો દોર પણ થઈ રહ્યો છે. જો કે આ અંગે ટૂંક સમયમાં આધિકારિક જાહેરાત કરવામાં આવશે.

 

એલન મસ્કના મનમાં ગુજરાત વસેલું હોય તેવું લાગે છે : ઋષિકેશ પટેલે 

ટેસ્લા કંપનીના CEO એલન મસ્ક ભારતમાં કારના ઉત્પાદનને લઇ અનેક બેઠકો કરી ચૂક્યા છે. ટેસ્લાનું પ્રોડક્શન યુનિટ ગુજરાતમાં સ્થપાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે, એલન મસ્કના મનમાં ગુજરાત વસેલું હોય તેવું લાગે છે.આ સાથે જ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ટેસ્લા માટે ગુજરાત ખૂબ આશાવાદી છે.એલન મસ્કનું પહેલું ડિસ્ટેનેશન છે, ગુજરાત એમના મનમાં બેસેલું છે. તેમણે ઉમેર્યું કે, જ્યારે જગ્યા શોધવાની વાત કરવામાં આવે ત્યારે ગુજરાત પ્રાથમિકતામાં આવે છે

નવા વેરિયન્ટના 36માંથી 22 દર્દીઓ સાજા થયા

તેમજ બીજી તરફ રાજ્યમાં કોરોના વેરિઅન્ટ અંગે ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાના JN.1 વેરિયન્ટના તમામ કેસોનું જીનોમ સિક્વન્સ કરાઇ રહ્યું છે…તેમણે આ અંગે જણાવ્યું કે 4 હજાર કેસ આવે ત્યાં સુધી જીનોમ સિક્વન્સની તપાસ કરવામાં આવે છે. એટલું જ નહીં નવા વેરિયન્ટના 36માંથી 22 દર્દીઓ સાજા થયા છે.

 

આ  પણ  વાંચો –કોરોનાના નવા વેરિયન્ટ JN.1 અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન