Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘ગુજરાત ફર્સ્ટ’ પર જુઓ ચૂંટણી પરિણામની પળેપળની સચોટ ખબર દિવસભર

08:57 PM May 05, 2023 | Vipul Pandya

તમે તો ખબર જ હશે કે આજે તો સત્તાનો સંગ્રામ થવાનો છે.
પાંચ રાજ્યોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યું છે. આ ચૂંટણીના પરિણામ પર
દેશભરના લોકોની નજર હશે.  ઉત્તરપ્રદેશ,
મણિપુર, ઉત્તરાખંડ, પંજાબ અને ગોવાની ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે.
ત્યારે ક્યાં કોની આવશે સત્તા અને કોનું અભિમાન થશે ચૂર ચૂર તેનો ખ્યાલ આવી જશે.
ગુજરાતના લોકોને પળેપળના સચોટ સમાચાર આપવા માટે ગુજરાત ફર્સ્ટ હાજર છે. આજે અમે
તમને પળે પળના સમાચાર પહોંચાડવા તૈયાર છીએ. સત્તાના સંગ્રામમાં દિવસભર જોડાયેલા
રહો અમારી સાથે….


બે
દિવસ પહેલા આવેલા એક્ઝિટ પોલ પર ચાલી રહેલા રાજકીય ગરમાવા વચ્ચે આજે નક્કી થશે કે
પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોણ બાજી મારશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને
માનવામાં આવી રહ્યું છે કે મોટાભાગના રાજ્યોમાં 12 વાગ્યા સુધીમાં ખ્યાલ આવી જશે
કે ક્યા રાજ્યમાં કોની સત્તા આવી રહી છે. આ પરિણામની અસર રાષ્ટ્રીય રાજકારણ પર પણ
જોવા મળશે તે નિશ્ચિત છે. એક્ઝિટ પોલમાં ઉત્તર પ્રદેશમાં ભાજપ
, પંજાબમાં આમ આદમી પાર્ટી જ્યારે મણિપુર અને ઉત્તરાખંડમાં ભાજપને આગળ
દેખાડવામાં આવી છે. ગોવા વિશે લગભગ સર્વસંમતિ છે કે ત્યાં ત્રિશંકુ વિધાનસભા આવી
શકે છે.



પરિણામોને લઇને નેતાઓથી માંડી સામાન્ય લોકોમાં પણ ઉત્સુકતા છે. આજે એટલે કે
10 માર્ચના રોજ  ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર,
ગોવા અને પંજાબની વિધાનસભા ચૂંટણી 2022નું
પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. આ પાંચેય રાજ્યોમાં આજે  સવારે
8 વાગ્યાથી મતગણતરી
શરૂ થશે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની
403, પંજાબની 117, ઉત્તરાખંડની 70, ગોવામાં 40 અને
મણિપુરની
60 બેઠકો પર મતગણતરી થશે. ઉત્તર પ્રદેશ અને પંજાબ
સહિત તમામ
5 રાજ્યોમાં સવારે 8 વાગ્યાથી
મતગણતરી શરૂ થશે. તમે સવારે
8 વાગ્યાથી ચૂંટણી પંચની વેબસાઇટ
//www.eci.gov.in પર પ્રારંભિક વલણો અને પરિણામો જોઈ
શકશો.


ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો જોવા
મળી રહ્યો છે જ્યારે પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બે મુખ્ય ખેલાડીઓ છે. આ
સિવાય અકાલી દળ
, બસપા, ભાજપ અને કેપ્ટન અમરિંદર
સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ સહિત અનેક મોરચા મેદાનમાં છે. ઉત્તર પ્રદેશમાં આ
વખતે સમાજવાદી પાર્ટીએ ઓમપ્રકાશ રાજભરના સુભાસપા
, કેશવ
મૌર્યના મહાન દળ અને જયંત ચૌધરીના આરએલડી જેવા નાના પક્ષો સાથે ગઠબંધન કર્યું છે. 
પાંચ રાજ્યોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીઓ બાદ
ગુરુવારે મતગણતરી થશે જેના માટે
50,000થી વધુ અધિકારીઓ તૈનાત કરવામાં
આવ્યા છે. ઉત્તર પ્રદેશ
, ઉત્તરાખંડ, ગોવા,
મણિપુર અને પંજાબમાં COVID-19 ગાઈડલાઈન મુજબ સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે.


ચૂંટણી પંચની
વેબસાઇટ પર આ રીતે પરિણામ જોઇ શકશો

સૌથી પહેલા ચૂંટણી પંચની વેબસાઇટ https://results.eci.gov.in/
પર ક્લિક કરો.

જેમાં ‘General Elections to Assembly
Constituency March 2022’ પર ક્લિક કરો.

ત્યારબાદ તમે જે રાજ્યનું પરિણામ જાણવા માંગો છો
તેને પસંદ કરો.

આ પછી વિધાનસભા ક્ષેત્ર પસંદ કરો.

 

ચૂંટણી પંચની એપ દ્વારા પણ પરિણામ જોઈ
શકાશે

આ માટે સૌથી પહેલા તમે પ્લે સ્ટોર અથવા આઈફોન સ્ટોર
પરથી ચૂંટણી પંચની એપ ડાઉનલોડ કરો.

ત્યાર બાદ તેમાં રજીસ્ટ્રેશન કરાવો.

ત્યારબાદ પરિણામ વિકલ્પ પસંદ કરીને તમે રાજ્યનું
પરિણામ જોઇ શકશો.