કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની ચૂંટણીની તારીખ અઠવાડિયા માટે સ્થગિત થઈ શકે છે. ત્યારે 28 ઓગસ્ટે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં ચૂંટણી કયાંરે યોજાશે ત્યારે તેમાં નિર્ણય લેવામાં આવશે. ત્યારે અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે. ત્યારે હાલ પૂરતી પ્રમુખની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે.
અસમંજસની સ્થિતિ જોવાના મળી રહી છે ત્યારે રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદની ચૂંટણી લડાવ માટે કોઈ તૈયારી બતાવી ન હતી ત્યારે આ સિવાય અન્ય કોઈ નેતાઓએ પોતાની વાત મૂકી ન હતી. રાહુલ ગાંધી સિવાય અન્ય કોઈ નેતાઓ દ્વારા કોઈ નામની ચર્ચા કરવામાં આવી ન હતી ત્યારે આવી સ્થિતિમાં એવો પ્રશ્ન ઊભો થાય છે કે પાર્ટીમાં નવા અધ્યક્ષ કોણ બનશે. ?
.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને અધ્યક્ષ માટે પદના દાવેદાર ગણાવવામાં આવતા હતા ત્યારે એક દિવસ પહેલા અશોક ગેહલોતે કહ્યું હતું કે પાર્ટી દ્વારા તેમને આપવામાં આવેલી જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે. મંગળવારે અશોક ગેહલોતે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી.
રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ માટે ના પાડી દીધા બાદ પાર્ટીને એકજૂટ રાખવા માટે ઘણા નેતાઓ સોનિયા ગાંધીને 2024 સુધી અધ્યક્ષ તરીકે ચાલુ રાખવા વિનંતી કરી રહ્યા છે. આ વચ્ચે પ્રિયંકા ગાંધી વાડ્રાનું નામ પણ સામે આવ્યું છે. કોંગ્રેસના કેટલાક નેતાઓને લાગે છે કે કોંગ્રેસ અધ્યક્ષ માટે પ્રિયંકા ગાંધી વિકલ્પ બની શકે છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના કોંગ્રેસ અધ્યક્ષ બનવાની અટકળો પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ત્યારે એક સમિટ દરમિયાન ભૂપેશ બઘેલને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ માટે ચાર નામ સામે આવ્યા છે, જેમાં એક નામ તમારું છે. ભૂપેન્દ્ર બઘેલે જવાબ આપતા કહું કે તે આ રેસમાં નથી. તેમણે કહ્યું કે, હું હજુ પણ માનું છું કે રાહુલ ગાંધી શ્રેષ્ઠ અધ્યક્ષ હશે . તેમણે મીડિયા સામે કહું હતું