Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Election 2024: ચૂંટણીના આ નિયમ વિશે જાણો છો? મતદાર અસલી છે કે નકલી તે માત્ર બે રૂપિયામાં જાણી શકાશે

10:15 AM Apr 17, 2024 | VIMAL PRAJAPATI

Election 2024: ચૂંટણીને લઈને અત્યારે રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહીં છે. ચૂંટણી સમયે મતદાન કરવામાં ઘણી વાર ગેરરીતિ જોવા મળતી હોય છે. ઘણા લોકો બે વખત મતદાન કરવા માટે પણ જતા હોય છે. તો અમુક વખત લોકો બીજાના નામે પણ મતદાન કરી આવતા હોય છે. જેથી ચૂંટણી સમયે મતદાન મથકે ખોતા મત થયાની ફરિયાદો થતી હોય છે. હવે માત્ર બે રૂપિયામાં તમે જાણી શકશો કે મતદાર નકલી છે કે અસલી. ઉત્તર પ્રદેશ રાજ્ય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024 (Election 2024)માં નકલી મતદારોને ઓળખવા માટે મતદાન માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ હેઠળ, કોઈપણ ઉમેદવારના એજન્ટ નકલી મત શોધવા માટે જારી કરાયેલા બે રૂપિયાની રસીદ મેળવીને તે મતને પડકારી શકે છે.

જો ફર્જી મતદાન થયું છે તો આ બાબતનું રાખજો ધ્યાન

પ્રિસાઇડિંગ ઓફિસર મતદાર પાસેથી તેનું નામ, પિતાનું નામ, સરનામું, ઘરમાં કેટલા મતદારો છે વગેરે જેવા અનેક મુદ્દાઓ વિશે પૂછપરછ કરશે. જો સંતોષ ન થાય, તો તે વિસ્તારના પટવારી અથવા પ્રધાનને બોલાવશે અને સત્ય અને અસત્યને ઓળખવા માટે મતદાર વિશે જુબાની લેશે. જો મતદાર સાબિત કરે છે કે તે સાચો મતદાર છે, તો તેને પોતાનો મત આપવાનો મોકો મળશે.

તમારા નામે કોઈ બીજું તો મતદાન નથી કરી ગયું ને?

જો કોઈ મતદાર પોતાનો મત આપવા માટે બૂથ પર જાય છે, પરંતુ કોઈએ તેના પહેલા જ તેના નામ પર પોતાનો મત આપી દીધો હોય તો પ્રિસાઇડિંગ ઓફિસર પાસે જાઓ. જો મતદાર યાદીમાં નામ હોય તો પ્રિસાઇડિંગ ઓફિસર ફોર્મ પર મતદાન કરે છે. આ પછી બેલેટ પેપરને એક પરબિડીયુંમાં સીલ કરવામાં આવે છે. મતગણતરી સમયે, આવા મતોની ગણતરી મતોના ઓછા માર્જિનથી જીત અથવા હારના કિસ્સામાં કરવામાં આવે છે. આને ટેન્ડર વોટ કહે છે. મતદાન સમયે પ્રિસાઇડિંગ ઓફિસરોને આપવામાં આવતી કિટમાં ટેન્ડર વોટ આપવામાં આવે છે અને રિટર્નિંગ ઓફિસરે મતદાન પૂર્ણ થયા બાદ તેની વિગતો કમિશનને આપવાની હોય છે. આ મતો બેલેટ પેપર દ્વારા નાખવામાં આવે છે.

જો ખોટા હશો તો થશે કાયદેસરની કાર્યવાહી

તમને જણાવી દઈએ કે, જો કોઈ મતદાતા ચેલેન્જ વોટ દરમિયાન પ્રિસાઇડિંગ અધિકારીની તપાસમાં ખોટો સાબિત થાય અને પોતાના સબુત રજુ ન કરી સકે તો તેની સામે કાર્યવાહી કરવી શકે છે. આ સાથે તેને મતદાન કરવા પણ નહીં મળે અને તેની સામે એપઆઈઆર નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસને સોંપવામાં આવશે. જો તમે સાચા છો તો જ તમારે ચેલેન્જ વોટ માટે તપાસ કરાવવા માટે જવું બાકી તમારી મુશ્કેલીઓ પણ વધી શખે છે.

આ પણ વાંચો: કોંગ્રેસ, આપ, TDP અને સમ્રાટ ચૌધરી… પોસ્ટ દૂર કરવા ‘X’ને Election Commissionનો આદેશ

આ પણ વાંચો: Randeep Surjewala પર EC ની મોટી કાર્યવાહી, નહીં કરી શકે આ કામ…

આ પણ વાંચો: Salman Khan House Firing : Uddhav Thackeray એ કહ્યું- ગોળીબાર કરીને લોકો શા માટે ગુજરાત ભાગી જાય છે?