Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાણો શું કરી મોટી જાહેરાત

09:14 AM Apr 22, 2023 | Vipul Pandya

ગાંધીનગરમાં આજે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. મુખ્ચમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. જ્યા રાજ્ય અધ્યાપક મંડળના આગેવાનો સાથે બેઠક કરી તેમના પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મહત્વના પ્રશ્નોનું નિરાકરણ પણ આવ્યું છે. ખાસ કરીને CCCની પરીક્ષાના નિયમોમાં ફેરફાર થશે. કોલેજોમાં આચાર્યની ભરતી કરવામાં આવશે તેવો પણ નિર્ણય કરાયો.
મહત્વનું છે કે, રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર ઘણી મોટી જાહેરાતો કરી રહી છે અને આવનારા સમયમાં વધુ કરશે તેવી પણ સંભાવનાઓ છે. આજે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી ઘણી મોટી જાહેરાતો કરી છે. તેમણે આ દરમિયાન કહ્યું, ‘1-1-16 થી ગુજરાતની તમામ કોલેજો અને યુનિવર્સિટીના અધ્યાપકોના પ્રમોશન એટલે કે CAS(કેરિયર એડવાન્સ સ્કીમ) જે સ્થગિત કરવામાં આવી હતી, સરકારની વિચારણા બાદ તાત્કાલિક તેને પુનઃ સ્થાપવાનો નિર્ણય નાણા વિભાગ અને અમારો શિક્ષણ વિભાગ અને અમારા અધ્યાપક મંડળના સૌ મિત્રોની સાથે બેસીને અમારા મંત્રી કુવરભાઇ સાથે બેસીને નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં સાતમાં પગારપંચમાં શિક્ષણ વિભાગના 1-2-19 ના ઠરાવની શરત 8 એ દૂર કરવામાં આવી છે. જેના કારણે CAS નો લાભ તેમને મળતો રહેશ. લગભગ 3000 લોકોને સીધો જ ફાયદો થવાનો છે. લગભગ 3500થી વધારે અધ્યાપકોને ફાયદો થશે. 1-2-19 પહેલા સળંગ નોકરી સંદર્ભમાં જોડાણ માટેની કાર્યવાહી જે કરવામાં આવતી હતી તે જ કાર્યવાહી કરવાની રહેશે. એટલે કે કમિશ્નર કચેરી દ્વારા કરવામાં આવતી હતી તે કાર્યવાહી કરવાની રહેશે. તેમને હવે અરજીઓ કરવાનો કે મુશ્કેલી પડવાનો પ્રશ્ન હલ થશે, નાણા વિભાગમાં તેના માટે જવાની જરૂર નહીં રહે. આ ફેરફાર થવાથી ગુજરાતની મોટાભાગની કોલેજો જેમા પ્રિસિપાલોની જગ્યાઓ ખાલી છે તેને ભરવામાં આવશે. ખાસ કરીને NOC કે જે પડતર છે તે પણ આપી દેવામાં આવશે.’
આ સાથે તેમણે જાહેરાત કરી છે કે, 1-1-2023 પછી CAS હેઠળના પ્રમોશન મળવાપાત્ર હશે તેમણે પરીક્ષા પાસ કરવી પડશે. તેમજ CCC, ગુજરાતી, હિન્દી પરીક્ષાઓ પણ પાસ કરવાની રહેશે.