Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Edible Oil Prices : ચૂંટણી માહોલ વચ્ચે ગૃહિણીઓ માટે માઠા સમાચાર! ખાદ્ય તેલના ભાવમાં થયો આટલો વધારો

07:51 AM Apr 05, 2024 | Vipul Sen

હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો (loksabha election) માહોલ છે. તમામ રાજકીય પાર્ટીઓ પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. જનતાના મત મેળવવા માટે અલગ અલગ દાવાઓ અને વાયદાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ, આ વચ્ચે સામાન્ય વ્યક્તિ અને ગૃહિણીઓ માટે ચિંતા વધારે એવા સમાચાર સામે આવ્યા છે. ખાદ્ય તેલના ભાવમાં (Edible Oil Prices) ફરી એકવાર ભડકો જોવા મળ્યો છે. માહિતી મુજબ, રાજકોટ (Rajkot) ખાતે સીંગતેલમાં 60 રૂપિયાનો જ્યારે કપાસિયા તેલમાં 50 રૂપિયાનો અચાનક વધારો ઝીંકાયો છે.

પ્રતિ ડબ્બે ભાવ આટલે પહોંચ્યા

ચૂંટણી માહોલ વચ્ચે રાજકોટ (Rajkot) ખાતે ગૃહિણીઓની ચિંતા વધી શકે છે. કારણ કે ખાદ્ય તેલના ભાવમાં (Edible Oil Prices) જંગી વધારો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, સીંગતેલના ભાવમાં રૂ. 60 નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં રૂ. 50 નો વધારો થયો છે. આ સાથે સીંગતેલના ભાવ પ્રતિ ડબ્બાનાં રૂ. 2700 જ્યારે કપાસિયા તેલના ભાવ પ્રતિ ડબ્બાનાં રૂ. 1680 સુધી પહોંચ્યા છે. ભાવ વધારા પાછળનું કારણ અચાનક ખરીદી નીકળતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આગામી સપ્તાહમાં ભાવમાં વધુ વધઘટની સંભાવના

માહિતી મુજબ, કેટલાક વેપારીઓના જણાવ્યા મુજબ, આગામી એક સપ્તાહ દરમિયાન ખાદ્ય તેલના ભાવમાં વધુ વધઘટ જોવા મળી શકે છે. હાલ, માર્કેટ યાર્ડમાં ઘઉં (wheat), જીરું, મરચાં, ધાણાની આવક શરૂ થઈ છે. પરંતુ, બીજી તરફ મગફળીની (groundnut) આવકમાં ઘટાડો નોંધાયો છે. મે મહિનાના અંત સુધી માર્કેટ યાર્ડમાં મસાલાની સિઝન ચાલુ રહેશે તેમ વેપારીઓએ જણાવ્યું હતું.

 

આ પણ વાંચો – Gold Price Today : સોના અને ચાંદીમાં થયો જોરદાર ઉછાળો, રોકાણ કારો થયા માલામાલ

આ પણ વાંચો – LPG Gas : મોંઘવારીમાં રાહત, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે અત્યારની Price…

આ પણ વાંચો – Amul Milk : હવે અમેરિકામાં ‘અમૂલ ‘ દૂધ વેચાશે ! કંપનીએ કહી આ વાત