+

ભાગેડુ નીરવ મોદીની EDએ હોંગકોંગમાં 253 કરોડની સંપત્તિ જપ્ત કરી

બેંકો સાથે છેતરપિંડી કરીને ભાગી ગયેલા હીરાના વેપારી નીરવ મોદી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ હોંગકોંગમાં નીરવ મોદીની 253.62 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. બેંકો સાથે છેતરપિંડી કરીને ભાગી ગયેલા હીરાના વેપારી નીરવ મોદી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ હોંગકોંગમાં નીરવ મોદીની 253.62 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છà«
બેંકો સાથે છેતરપિંડી કરીને ભાગી ગયેલા હીરાના વેપારી નીરવ મોદી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ હોંગકોંગમાં નીરવ મોદીની 253.62 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. 
બેંકો સાથે છેતરપિંડી કરીને ભાગી ગયેલા હીરાના વેપારી નીરવ મોદી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ હોંગકોંગમાં નીરવ મોદીની 253.62 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં હીરા, ઝવેરાત અને બેંક ડિપોઝીટનો સમાવેશ થાય છે. એજન્સીનું કહેવું છે કે નીરવ મોદી છેતરપિંડી કેસમાં અત્યાર સુધીમાં 2650.07 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. 
પંજાબ નેશનલ બેંક સહિત અનેક નાણાકીય સંસ્થાઓ સાથે છેતરપિંડી આચરનાર ભાગેડુ નીરવ મોદી હાલમાં બ્રિટનમાં રહે છે. તેના પ્રત્યાર્પણ માટે સરકાર દ્વારા પ્રયાસો પણ કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર સફળતા મળી નથી. જૂનના અંતિમ સપ્તાહમાં જ તેમના પ્રત્યાર્પણ મામલે વધુ એક વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કોર્ટે હવે ઓક્ટોબરમાં આ મામલે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે નીરવ મોદીના પ્રત્યાર્પણનો મામલો વધુ પેચીદો બન્યો છે. નીરવ મોદીના વકીલે કોર્ટને કહ્યું કે જો તેને પ્રત્યાર્પણ કરવામાં આવશે તો તે આત્મહત્યા કરી શકે છે. આવી સ્થિતિમાં તેને પ્રત્યાર્પણ કરવું ખોટું હશે.
એટલું જ નહીં, નીરવ મોદીનું કહેવું છે કે તેને ભારતની જેલોમાં ખૂબ જ ખરાબ સ્થિતિમાં રહેવું પડશે. દરમિયાન, EDની આ કાર્યવાહીએ ચોક્કસપણે નીરવ મોદી પર કડક પગલું ભર્યું છે. નોંધનીય છે કે દારૂના વેપારી વિજય માલ્યા, હીરા કોરાબારી મેહુલ ચોક્સી અને નીરવ મોદી છેતરપિંડી કરીને દેશ છોડીને ભાગી જવાના મામલામાં સરકારને ઘણીવાર વિપક્ષના વિરોધનો સામનો કરવો પડ્યો છે. 
 
Whatsapp share
facebook twitter