Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની ઇડી દ્વારા ધરપકડ

07:57 PM Apr 25, 2023 | Vipul Pandya

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ(એનસીપી) નેતાની મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આજે તેમની થયેલી પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આજે બપોરે અંડરવર્લ્ડ સાથે જોડાયેલા લિંક અંગે તેમની ઇડી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ઘણી લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.  આ પહેલા ઇડીની ટીમ બુધવારે સવારે એનસીપી નેતા નવાબ મલિકના આવાસ પર પહોંચી હતી અને તેમને ઇડી ઓફિસે લઇ ગઇ હતી.

શા માાટે ધરપકડ કરાઇ?
ઇડી દ્વારા અંડરવર્લ્ડ સાથે જોડાયેલી એક સંપતિન અંગે નવાબ મલિકને નોટિસ આપવામાં આવી હતી. આ અંગે જ તેમની પૂછપરછ પણ કરવામાં આવી છે. અંડરવર્લ્ડની પ્રવૃતિઓ, સંપતિના ગેરકાાયદે ખરીદ-વેચાણ અને હવાલા આપવાના સંબંધમાં EDએ 15 ફેબ્રુઆરીએ મુંબઈમાં દરોડા પાડ્યા હતા અને નવો કેસ નોંધ્યો હતો. ત્યારબાદ મલિકની પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં એજન્સીએ 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં 1993ના બોમ્બ વિસ્ફોટના માસ્ટરમાઇન્ડ દાઉદ ઈબ્રાહિમની મૃતક બહેન સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટ, ભાઈ ઈકબાલ કાસકર અને છોટા શકીલના સંબંધીનો સમાવેશ થાય છે. કાસકરની તો ગયા અઠવાડિયે જ ધરપકડ કરવામાં આવી હતી જે અત્યારે જેલમાં છે. ઉપરાંત EDએ પાર્કરના પુત્રની પણ પૂછપરછ કરી હતી.

એનસીપી નેતાઓ શું કહે છે?
મહારાષ્ટ્ર સરકારે નવાબ મલિકની પૂછપરછ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. શિવસેનાના નેતા સંજય રાઉત અને NCP નેતા સુપ્રિયા સુલેનું આ અંગે નિવેદન પણ આવ્યું છે. સાથે જ નવાબ મલિકે ટ્વિટર પર લખ્યું છે, ‘ના ડરેંગે ના ઝુકેંગે, 2024 માટે તૈયાર રહો’. NCP નેતા સુપ્રિયા સુલેએ કહ્યું કે ‘EDના લોકો નવાબ મલિકના ઘરે આવ્યા હતા. ઘણા લાંબા સમયથી ભાજપના કાર્યકરો, પ્રવક્તા ટ્વીટ કરી રહ્યા હતા કે નવાબ મલિક અને મહાવિકાસ અઘાડી સામે EDની નોટિસ આવશે. આજે તે થઈ ગયું.’તેમણે વધુમાં કહ્યું કે ‘મહાવિકાસ આઘાડી વિરુદ્ધ ભાજપ જે ષડયંત્ર રચી રહ્યું છે તે આખું મહારાષ્ટ્ર જોઈ રહ્યું છે. આમ છતા તેમને નોટિસ નથી આવી. જ્યારે ED મહારાષ્ટ્રના એક મંત્રીને સીધા તેની ઓફિસ લઈ ગઈ છે. આ લોકોએ કોઇ નવી જ રાજનીતિ શરૂ કરી છે, આવું મેં પહેલીવાર જોયું છે.’
ઇડી ઓફિસ બહાર એનસીપી કાર્યકરોનો દેખાવ
નવાબ મલિકની ધરપકડ બાદ એનસીપી કાર્યકરોએ ઇડી ઓફિસ બહાર દેખાવો કરવાનું શરુ કરી દીધું છે. કાર્યકરો સૂત્રોચ્ચાર વડે નવાબ મલિકની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા આ કાર્યકરોને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે.