Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પચવામાં સરળ અને હલકાં-ફૂલકાં ટોમેટો રાઈસ

05:26 AM Apr 17, 2023 | Vipul Pandya


ટોમેટો રાઈસ બનાવવા માટેની સામગ્રી:
1 બાઉલ – ચોખા
3 ટી સ્પૂન – તેલ / ઘી / બટર
1/8 ટી સ્પૂન – અડદ ની દાળ
1/8 ટી સ્પૂન – રાઈ
1/8 ટી સ્પૂન – જીરું
સ્વાદ પ્રમાણે – મીઠું
1/2 ટી સ્પૂન – હળદર
1 નાનું – જીણું સમારેલું ટમેટું
1/2 નાનો – જીણો સમારેલો કાંદો
લીમડા ના પાન
1/8 ટી સ્પૂન – હિંગ
કોથમીર
કાજુ

ટોમેટો રાઈસ બનાવવા માટેની રીત :
 
  • ચોખાને ધોઈને પલાળી રાખવા. 2 – 3 કલાક પછી તેને રાંધી લેવા. 
  • પેનમાં તેલ અને ઘી મૂકી તેમાં રાઈ, અડદ ની દાળ અને જીરું ઉમેરવું.
  • તે તતડે એટલે તેમાં ટામેટા,કાંદા,લીમડા ના પાન નાખી સાંતળી લેવા. 
  • હિંગ,મીઠું,મરચું,હળદર ઉમેરી હલાવી લેવું.
  • તૈયાર કરેલા ભાત ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું. 
  • કોથમીર અને કાજુથી ગાર્નિશ કરી સર્વ કરવું.