Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AMTSનો ડ્રાઈવર પિધેલી હાલતમાં ઝડપાયા બાદ તંત્ર સફાળું જાગ્યું, સૌથી પહેલા કર્યું આ કામ

05:12 AM Apr 17, 2023 | Vipul Pandya

  • AMTSનો ડ્રાઈવર નશામાં બસ ચલાતો હતો
  • મુસાફરોએ બસ રોકાવી સતર્કતા દાખવી હતી
  • સારંગપુર ડેપોમાં ડ્રાઈવરોનું ચેકિંગ
AMTS બસનો ડ્રાઈવર ગઈકાલે નશાની હાલતમાં બસ ચલાવતો ઝડપાયો હતો. બસમાં સવાર જાગૃત નાગરિકોએ બસ ઉભી રખાવી વીડિયો વાયરલ કર્યાં બાદ હવે તંત્ર સફાળું જાગ્યું અને આજે સવારે તમામ ડ્રાઈવરોનું બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.
સારંગપુર ડેપોમાં ચેકિંગ
ગઈકાલે બનેલ કિસ્સાથી ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) આંખ ખુલી છે. આજે વહેલી સવારે સારંગપુર ખાતે આવેલા ડેપોમાં તમામ ડ્રાઈવરોનું ચેકીંગ કરવામાં આવ્યું. તમામ ડ્રાઈવેરોનું બ્રેથ અનેલાઇઝરથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.
કડક કાર્યવાહી જરૂરી
તંત્ર નું કેહવું છે કે થોડો સમયમાં આ રીતે ટેસ્ટિંગ કરતા રહીયે છીએ. પરંતુ પ્રશ્ન અહીં એ ઉભો થાય છે કે થોડા થોડા સમયે શા માટે ચેકીંગ કરવામાં આવે છે. શા માટે રોજ આ કાર્યવાહી કરતી નથી. 50 થી પણ વધુ મુસાફરો એક બસ માં મુસાફરી કરે છે, તો શા માટે તંત્ર કોઈ કડક પગલાં લેતું નથી.
જનતા જાહેર પરિવહનનો ઉપયોગ ટાળશે
તંત્ર માટે મુસાફરોના જીવનું કોઈ મૂલ્ય નથી. ગઈ કાલે બનેલી ઘટના બાદ આજે કેમ ચેકીંગ હાથ ધરાયુ? શા માટે પેહલાથી જ આ નિયમોનું પાલન ન કરાયું. વહેલી સવારે જયારે ચેકીંગ કરવા ટીમ પોહચી ત્યારે હાજર અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે અમે રોજ આ પ્રકારે ડ્રાઈવરની તાપસ કરીયે જ છીએ તો પ્રશ્ન એ થાય છે કે કાલની ઘટના કઈ રીતે બની? જો આમ જ તંત્ર આંખ આડા કાન કરીને સરકારી પરિવહન માં ધ્યાન નહિ આપે તો અનેક લોકોના જીવ જોખમમાં મુકાશે અને ખોટમાં ચાલતા પરિવહનનો ઉપયોગ પણ આમ જનતા કરવાનું ટાળશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.