Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Dwarka Lok Sabha Election: બીચના દિવાનાઓ માટે ચૂંટણી પંચે જાહેર કરી અનોખી સ્કીમ

06:14 PM Apr 27, 2024 | Aviraj Bagda

Dwarka Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નો પ્રારંભ થઈ ચૂંક્યો છે. દેશમાં લોકસભાની ચૂંટણી 2024 (Lok Sabha Election) ના બે તબક્કાઓ પણ પૂર્ણ થઈ ગયા છે. તે ઉપરાંત દેશમાં વિવિધ માધ્યમો દ્વારા લોકસભા (Lok Sabha Election) ના અમૃત મહોત્સવમાં મતદાન (Voting) કરવા માટે વિવિધ રીતે મતદાન (Voting) ને લઈ અપીલ કરવામાં આવી રહી છે.

  • દ્વારકામાં મતદાન જાગૃતિ માટે અનોખી રીતે અપીલ કરાઈ

  • હોટલમાં મતદાન નિશાની બતાવવા પર મળશે ડિસ્કાઉન્ટ

  • રાશનની દુકાનોમાં વિવિધ ચીજ-વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ

Dwarka Lok Sabha Election

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નું 7 તબક્કાઓ પૈકી 7 મેના રોજ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 7 મેના રોજ વધુમાં વધુ મતદાન (Voting) નોંધાય તે માટે અનેક યૂક્તિઓને અપનાવવામાં આવી રહી છે. તેના અંતર્ગત દ્વારાકા (Dwarka) માં 100 મતદાન (Voting) નોંધાય તે માટે દ્વારાકા (Dwarka) ચૂંટણી પંચ (Election Commission) અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનોખી પહેલ શરુ કરવામાં આવી છે. દ્વારાકા (Dwarka) ના શિવરાજપુર બીજ પર 8 થી 12 મે સુધી મતદાન (Voting) નિશાની બતાવવા પર નિ:શુલ્ક એન્ટ્રી આપવામાં આવશે.

આ પણ વાંચો: Banaskantha Lok Sabha ELection: C R Patil એ જનમેદની સામે કોંગ્રેસની ગેરનિતીઓ ગણાવી

હોટલમાં મતદાન નિશાની બતાવવા પર મળશે ડિસ્કાઉન્ટ

તે ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારાકા (Dwarka) ની અનેક હોટલમાં મતદાન નિશાની બતાવવા પર 7 થી 9 મે સુધી 7 ટકાનું ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ બંને નિર્ણય દેશ સહિત દ્વારકા (Dwarka) જિલ્લામાં મતદાન (Voting) અંગે લોકોને જાગૃત કરીને વધુમાં વધુ મતદાન (Voting) કરવામાં આવે તેને લઈ કરવામાં આવ્યા છે. જોકે દ્વારાકા સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિવિધ રીતે મતદાન (Voting) જાગૃતને લઈ આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

Dwarka Lok Sabha Election

આ પણ વાંચો: Gujarat : રસ્તા પર સિંહ પરિવારના આંટાફેરા, એકસાથે 7 સિંહનું પેટ્રોલિંગ Viral Video

રાશનની દુકાનોમાં વિવિધ ચીજ-વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ

તાજેતરમાં છોટાઉદેપુરમાં જિલ્લા વહીવટી તંત્રએ આદેશ જાહેર કર્યો હતો કે, છોટાઉદેપુર જિલ્લાની તમામ દુકાનો પર મતદાન (Voting) નિશાની બતાવવા પર વિવિધ ચીજ-વસ્તુઓની ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અંતે ગુજરાતની 26 બેઠકો પર BJP અને Congress જીત મેળવવા માટે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે.

આ પણ વાંચો: VADODARA : કમાટીબાગમાં આધેડે ઝેરી દવા ગટગટાવી