Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સિરાથુમાં મતગણતરીના સ્થળ પર પોલીસ પર પથ્થરમારો થતા પોલીસે કર્યો લાઠીચાર્જ

02:51 AM Apr 26, 2023 | Vipul Pandya

યુપી ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી છે. પાર્ટીને બે તૃતિયાંશ
બહુમતી મળી છે. પરંતુ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની સીટ સિરાથુની મત ગણતરી
અટકી ગઈ છે. અત્યારે કેશવ પ્રસાદ મૌર્ય
6 હજાર મતોથી
પાછળ છે અને મત ગણતરી રોકી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ સિરાથુમાં મોટો
હંગામો થયો છે. જેમાં કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે અથડામણ થવાના સમાચાર મળી રહ્યા
છે. જેમાં લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે પણ વળતો લાઠીચાર્જ
કર્યો હતો. હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે અને ટીયર ગેસના શેલ પણ છોડવામાં
આવ્યા છે.


કૌશામ્બી જિલ્લાની સિરાથુ સીટ પર કેશવ પ્રસાદ મૌર્યને સપા ઉમેદવાર
પલ્લવી પટેલ સામે સખત મુકાબલો છે. મતગણતરી રોકાઈ તે પહેલા પલ્લવી આ સીટ પર
6397 વોટથી આગળ ચાલી રહી હતી. ત્યારબાદ ઈવીએમમાં ​​ખામી હોવાની ફરિયાદ
ઉઠી હતી અને મતગણતરી અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી. બીજેપી એજન્ટે ફરીથી અહીં
મતગણતરી કરવાની માંગ કરી છે
, જેના કારણે બંને પક્ષોમાં તણાવની
સ્થિતિ સર્જાઈ છે. 
તણાવના પગલે હવે કડકભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે મારામારી કરી છે. વિરોધ કરતાં તેઓ પર પથ્થરમારો
કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. પરિસ્થિતિને કાબૂમાં
લેવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને વચ્ચે ટીયર ગેસના શેલ પણ છોડવામાં
આવ્યા હતા.


જો કે આ હંગામા વચ્ચે ભાજપ છાવણીમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો
છે. સીએમ યોગી અને પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધ્યા અને અભિનંદન આપ્યા. એક તરફ
યોગીએ કહ્યું છે કે યુપીનો વિકાસ થાય તે માટે અમને પીએમ મોદીનું માર્ગદર્શન મળી
રહ્યું છે. ભાજપ અને સબકા સાથ સબકા વિકાસની પ્રચંડ બહુમતી પાછળ રાષ્ટ્રવાદ છે.
ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારે કાયદો અને વ્યવસ્થાને નવી તાકાત આપી. આ
સાથે જ પોતાના સંબોધનમાં પરિવારવાદનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી
બાદ દેશની રાજનીતિમાં આ પરંપરાનો અંત આવી ગયો છે.