Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મોદીની રેલીના કારણે પંજાબના મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને ઉડાનની પરમિશન ના મળી

04:47 PM Apr 16, 2023 | Vipul Pandya

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પંજાબ પ્રવાસ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્ની હોંશિયારપુરમાં રાહુલ ગાંધીની સભામાં સામેલ નથી થઇ શક્યા. તેનું કારણ છે કે વડાપ્રધાનની સુરક્ષાના કારણોસર તેમના હેલિકોપ્ટરને ઉડાનની અનુમતિ મળી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને કારણે પંજાબમાં નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ચરણજીત ચન્નીને ચંદીગઢના રાજેન્દ્ર પાાર્કથી હોંશિયારપુર જવાનું હતું, જેમની તેમને અનુમતિ આપવામાં આવી નથી.
આ અંગે ચરણજીત ચન્નીએ કહ્યું કે ‘એક મુખ્યમત્રીને રોકવા એ ખરાબ કહેવાય. જો વડાપ્રધાનના વિમાનને લેન્ડિંગ માટેની અનુમતિ મળતી હોય તો એક મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને ઉડવા માટેની નુમતિ કેમ ના મળે?‘ તો આ તરફ હોંશિયારપુરમાં રેલીના મંચ પરથી કોંગ્રેસ નેતા સુનીલ જાખડે કહ્યું કે મુખ્યમંત્રીનું અહીં આવવાનું નક્કી હતું, પરંતુ આ શરમજનક કહેવાય કે તેમની મંજૂરી રદ્દ કરી દેવામાં આવી છે. જો ચૂંટણી પંચ આ અંગે કંઇ કાર્યવાહી નહીં કરે તો હું સમજીશ કે  ચૂંટણી એ માત્ર દેખાડો છે. 
સુનીલ જાખડે આગળ કહ્યું કે થોડા દિવસ પહેલા જ્યારે વડાપ્રધાન અહીં આવ્યા હતા અને ફિરોઝપુર નહોતા જઇ શક્યા અને તેમના જીવને જોખમ હતું. આજે જ્યારે ચરણજીત ચન્નીને હોંશિયારપુર આવતા રોકવામાં આવ્યા છે ત્યારે હું નરેન્દ્ર મોદીને અનુરોધ કરું છું કે આના ઉપર પણ કંઇક બોલો.
ટૂંકમાં ફરી એક વખત પંજાબમાં વડાપ્રધાનની મુલાકાતને લઇને વિવાદ શરુ થયો છે. ચરણજીત ચન્નીના હેલિકોપ્ટરને ઉડાન માટેની અનુમતિ ના અપાતા વિપક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પંજાબ ચૂંટણી  માટે હવે તે મુદ્દો પણ બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પંજાબ પ્રવાસે ગયેલા વડાપ્રધાનના કાફલાને પ્રદર્શનકારી ખેડૂતો દ્વારા રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ દેશભરમાં આ મુદ્દે વિવાદ પણ શરુ થયો હતો. ત્યારે ફરી એક વખત વડાપ્રધાનની પંજાબ યાત્રા વિવાદમાં આવી છે.