+

Surat : બાળકોની સ્કૂલ બેગમાંથી નશાનો સામાન મળ્યો

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં બાળકોની સ્કૂલ બેગમાંથી સોલ્યુશનની ટ્યૂબ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બાળકો સ્કૂલ બેગમાં પુસ્તકોની સાથે નશાનો સામાન રાખતા હતા…

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં બાળકોની સ્કૂલ બેગમાંથી સોલ્યુશનની ટ્યૂબ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બાળકો સ્કૂલ બેગમાં પુસ્તકોની સાથે નશાનો સામાન રાખતા હતા અને નશો કરતા હતા…

સ્કૂલ બેગમાંથી સોલ્યુશનની ટ્યુબ મળી

સુરતમાં ટાયર સોલ્યુશનની ટ્યુબથી નશો કરવાના રવાડે બાળકો ચડી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. બાળકોની સ્કૂલ બેગમાંથી સોલ્યુશનની ટ્યુબ મળી આવી અને ખુલાસો થયો કે, આ બાળકો પ્લાસ્ટિકની બેગમાં સોલ્યુશન નાંખી નશો કરતા હતા અને તેને સેવનથી દારૂ કરતા પણ વધારે નશો ચડે છે. આ વાતનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સોસાયટીના વ્યક્તિએ તેમની સ્કૂલબેગ ચેક કરી. તેમાંથી સોલ્યુશનની ટ્યુબ અને પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી. આ વાત આઘાતજનક અને ચેતવણીરૂપ એટલા માટે છે કે, આ તમામ વિદ્યાર્થીઓ ટીનેજર છે અને અભ્યાસ કરવાની ઉંમરે વિદ્યાર્થીઓ નશાના રવાડે ચડી રહ્યા છે…ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને અમારા સંવાદાતાએ શાળાના આચાર્ય સાથે પણ વાતચીત કરી હતી

શાળાએ જતા બાળકો નશાના રવાડે ચઢી રહ્યા છે

પાંડેસરામાં વિદ્યાર્થી સ્કૂલ બેગમાં ટાયર સોલ્યુશન ટયુબ મળી આવવાનો મામલો સામે આવ્યા બાદ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વિદ્યાર્થીઓના સ્કૂલ બેગમાં પુસ્તકોની સાથે નશાકારક પદાર્થ મળી આવ્યા છે. કંપાસમાંથી પાનું સહિતની ચીજો પણ મળી હતી. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે પાંડેસરમાં વધુ પ્રમાણમાં શાળાએ જતા બાળકો નશાના રવાડે ચઢી રહ્યા છે. અભ્યાસ કરવાની ઉંમરે વિદ્યાર્થીઓ નશાના રવાડે ચઢી રહ્યા છે.

આ પણ વાંચો—-RAJKOT : 12,294 નંગ હીરા અને 8 લાખ રોકડની ચોરી કરનારા 3 ઝડપાયા

Whatsapp share
facebook twitter