+

આ ઓગસ્ટ બની શકે છે 1901 પછીનો સૌથી સુકો ઓગસ્ટ, 32 ટકા ઓછો વરસાદ

સામાન્ય રીતે, ઓગસ્ટ મહિનામાં 254.9 મીમી વરસાદ પડે છે, જે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના 30 ટકા જેટલો થાય છે. હવામાન વિભાગના ડેટા અનુસાર, ભારતમાં ઓગસ્ટ 2005માં 25 ટકા, 1965માં 24.6…

સામાન્ય રીતે, ઓગસ્ટ મહિનામાં 254.9 મીમી વરસાદ પડે છે, જે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના 30 ટકા જેટલો થાય છે. હવામાન વિભાગના ડેટા અનુસાર, ભારતમાં ઓગસ્ટ 2005માં 25 ટકા, 1965માં 24.6 ટકા; 1920માં 24.4 ટકા; 2009માં 24.1 ટકા અને 1913માં 24 ટકા વરસાદની ઉણપ નોંધાઈ હતી.

દેશના ઘણા ભાગોમાં પાછલા મહિનાઓમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો હોવા છતાં, વરિષ્ઠ હવામાનશાસ્ત્રીઓએ કહ્યું છે કે આ વર્ષનો ઓગસ્ટ ભારતના ઇતિહાસમાં સૌથી સૂકો હોઈ શકે છે. તેમણે કહ્યું કે 1901 પછી આવું પહેલીવાર થશે. નિષ્ણાતોએ એમ પણ કહ્યું કે આ અલ નીનોની સ્થિતિના તીવ્રતાનું પરિણામ છે.

આ ઉપરાંત, આ વર્ષનું ચોમાસું 13 ટકાની વરસાદની ખાધ સાથે 2015 પછીનું સૌથી સૂકું હોઈ શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.

ભારતીય હવામાન વિભાગના અહેવાલમાં જણાવાયું છે કે ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોને બાદ કરતાં ઉત્તર ભારતના રાજ્યોમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં વરસાદમાં ભારે ઘટાડો થયો છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી મહિનામાં પણ કોઈ રાહત મળે તેવી શક્યતા નથી. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે અલ નીનોની સંભાવના 50 ટકા સુધી રહેશે, પરંતુ સમયની સાથે અલ નીનો ધીરે ધીરે મજબૂત થતો ગયો.

Whatsapp share
facebook twitter