Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot : ડો. ભરત બોઘરાએ જાહેરજીવન છોડવાની કેમ બતાવી તૈયારી?

08:24 PM Apr 08, 2024 | Vipul Pandya

Rajkot politics : રાજકોટ (Rajkot) ના રાજકારણ (politics_માં વહેતી વાતનો મોટો ખુલાસો થયો છે. પરશોત્તમ રૂપાલાના વિવાદમાં આંતરિક જૂથવાદની પણ વાત વહેતી થઈ હતી. જો કે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ.ભરત બોધરાએ છેલ્લા બે દિવસથી ચાલતી અફવાનું ખંડન કર્યું છે અને કહ્યું કે રાજકોટ (Rajkot) ભાજપમાં કોઈ જ વિખવાદ નથી. તેમણે પડકાર પણ ફેંક્યો કે મારો કોઇ સંપર્ક નીકળશે તો હું જાહેર જીવન છોડી દઇશ

વિપક્ષ અને હિતશત્રુઓ આવી અફવા ફેલાવે છે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 2 દિવસથી ચાલતી ચર્ચામાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ.ભરત બોધરાએ આજે સૌથી મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે રાજકોટ ભાજપમાં કોઈ જ વિખવાદ નથી. રાજકોટના કાર્યકર્તાઓને હાઈકમાન્ડ પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે કહ્યું કે વિપક્ષ અને હિતશત્રુઓ આવી અફવા ફેલાવે છે.

જાહેર જીવન છોડવાની મારી તૈયારી

ભરત બોઘરાએ કહ્યું કે છેલ્લા 2 દિવસથી અફવા ચાલી રહી છે. રુપાલાજીનો બે વખત પ્રવાસ પુરો થઇ ચુક્યો છે અને ટીમ વર્કથી બધા વચ્ચે જઇ રહ્યા છીએ. ભાજપમાં કોઇ વિખવાદ નથી. ખોટી વાતોમાં મારું નામ સામે આવે તો જાહેર જીવન છોડવાની મારી તૈયારી છે તેમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો છે તે અમને શિરોમાન્ય છે.

પદ્મિનીબાનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું

ભરત બોઘરાએ વધુમાં કહ્યું કે ભાજપમાં 60 હજાર લોકો જોડાયા એમ પદ્મિની બા પણ જોડાયા હતા અને પદ્મિનીબાનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. પરશોત્તમ રૂપાલા 16 તારીખે ફોર્મ ભરશે. તેમણે એમ પણ કહ્યું કે મારો કોઈ સાથે સંપર્ક નીકળશે તો જાહેર જીવન છોડી દઈશ. વિરોધ પક્ષ મને ટાર્ગેટ કરે છે.

આ પણ વાંચો—- PANCHMAHAL : BJP પ્રદેશ પ્રમુખ C R PATIL ની ઉપસ્થિતિમાં બુથ પ્રમુખ સંમેલન યોજાયો

આ પણ વાંચો— Modi Parivar Sabha : હવે 5 હજારથી વધુ સ્થળે યોજાશે ‘મોદી પરિવાર સભા’, આ છે પાર્ટીનો લક્ષ્ય!

આ પણ વાંચો— Big Breaking : રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે આ નામની પસંદગી