+

જ્યાં ન પહોંચી શક્યો માનવી, ત્યાં પહોંચ્યો કૂતરો, જુઓ વીડિયો

Pyramid ની ટોચ ઉપર કુતરો ફરતો જોવા મળ્યો Marshall Mosher એ Pyramid ના વીડિયો શેર કર્યા અન્ય એક વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો Dog on pyramid viral video…
  • Pyramid ની ટોચ ઉપર કુતરો ફરતો જોવા મળ્યો
  • Marshall Mosher એ Pyramid ના વીડિયો શેર કર્યા
  • અન્ય એક વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો

Dog on pyramid viral video : Egypt ના Pyramid એ વિશ્વની સાત અજાબીયો પૈકી એક છે. Pyramid એ પોતાની અનોખી રચના માટે જાણીતા છે. અને Pyramid એ મિસ્રના પ્રાચીન કારળમાં ઇજિપ્ત નિવાસીઓએ બનાવ્યા હતાં. જોકે આજે પણ વૈજ્ઞાનિકો Pyramid સાથે જોડાયેલા અનેક રહસ્યોને ઉજાગર કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. કારણ કે… Pyramid ની સંરચના એ રીતે કરવામાં આવી છે કે, તેને જોઈને સૌ લોકોને મનમાં એક કુતૂહલ જાગે છે કે, આ Pyramid નું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું હશે.

Pyramid ની ટોચ ઉપર કુતરો ફરતો જોવા મળ્યો

Pyramid ને લઈને સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે Pyramid નો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં જોઈ શકાય છે કે, એક કુતરો Pyramid ની ટોચ ઉપર ફરી રહ્યો છે. જોકે Pyramid ની ટોચ સુધી આજદીન સુધી કોઈપણ વ્યક્તિ પહોંચ્યું નથી. તો ખાસ વાત તો એ છે કે, Pyramid ની ટોચ ઉપર પુરાતત્વવિદ પણ પહોંચ્યા નથી. ત્યારે Pyramid ઉપર જ્યારે આ કૂતરો ફરી રહ્યો છે. તેને જોઈને સૌ લોકો સ્તબ્ધ થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Marshall Mosher (@marshallmosher)

આ પણ વાંચો: આ છે વિશ્વની સૌથી ઓછા સમયની હવાઈ મુસાફરી, સેકેન્ડોમાં પૂરી છે યાત્રા

Marshall Mosher એ Pyramid ના વીડિયો શેર કર્યા

Marshall Mosher એ એક પ્રવાસી એથલીટ છે. Marshall Mosher એ વિવિધ સ્થળોની મુલાકાત કરીને તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર શેર કરે છે. ત્યારે તાજેતરમાં Marshall Mosher એ ઈજિપ્તમાં paragliding કરવાનું નક્કી કર્યું હતું. કારણ કે… ઈજિપ્તની અંદર paragliding કરવું એ દુનિયાનું સૌથી રોમાંચિક ક્ષણોમાંથી એક છે. તો paragliding કરતા સમયે જ્યારે Marshall Mosher એ પિરામિડની ઉપર આવ્યા હતા. ત્યારે તેમણે પોતાના કેમેરાથી પિરામિડ ઉપર ફરી રહેલા કૂતરોને જોયો હતો. આ જોઈને Marshall Mosher પણ ચોંકી ગયા હતાં.

 

View this post on Instagram

 

A post shared by Marshall Mosher (@marshallmosher)

અન્ય એક વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો

Marshall Mosher ના આ વીડિયોને અત્યાર સુધીમાં 2 કરોડથી પણ વધુ લોકોએ સોશિયલ મીડિયા ઉપર નિહાળ્યો છે. ત્યારે આ વીડિયોના કોમેન્ટ બોક્સમાં લોકોએ Marshall Mosher ને સવાલ કર્યો છે, આ કૂતરો કેવી રીતે પિરામિડ ઉપર આવ્યો છે. Marshall Mosher એ પિરામિડનો અન્ય એક વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. જેને 11 લાખ લોકોએ નિહાળ્યો છે. ત્યારે તેમાં જોવા મળી રહ્યું છે, પિરામિડની ટોચ ઉપર જોવા મળેલો કૂતરો નીચે ઉતરી રહ્યો છે.

આ પણ વાંચો: અવિવાહિત મહિલાઓ Public Property છે, ઈસ્લામના વક્તાનો ફતવો

Whatsapp share
facebook twitter