+

ડોડગામ ગ્રામ પંચાયત દ્વારા દારૂ અને ગુટકા વેચવા પર લગાવ્યો પ્રતિબંધ

વિકસતા ગુજરાતમાં ચારેતરફ દેખાતી પાનની પીચકારીઓ કાળી ટિલ્લી સમાન છે. પાનમાવા ખાઈને થૂંકવું એ ગુજરાતની એક ઓળખ બની ગઈ છે. ગુજરાતીઓ આ માટે વિદેશોમાં પણ બદનામ છે. ગુજરાતની લગભગ દરેક ઈમારત, ખાલી દીવાલ પર પાનની પીચકારીઓ જોવા મળે છે. નવી નક્કોર બિલ્ડીંગ બન્યાના થોડા દિવસો બાદ તેની શકલ બદલાઈ જાય છે. આવામા બનાસકાંઠાના એક નાનકડા ગામે આવકારદાયી નિર્ણય લીધો છે. આ ગામની પંચાયતે ગામમાં દારૂ અનà
વિકસતા ગુજરાતમાં ચારેતરફ દેખાતી પાનની પીચકારીઓ કાળી ટિલ્લી સમાન છે. પાનમાવા ખાઈને થૂંકવું એ ગુજરાતની એક ઓળખ બની ગઈ છે. ગુજરાતીઓ આ માટે વિદેશોમાં પણ બદનામ છે. ગુજરાતની લગભગ દરેક ઈમારત, ખાલી દીવાલ પર પાનની પીચકારીઓ જોવા મળે છે. નવી નક્કોર બિલ્ડીંગ બન્યાના થોડા દિવસો બાદ તેની શકલ બદલાઈ જાય છે. આવામા બનાસકાંઠાના એક નાનકડા ગામે આવકારદાયી નિર્ણય લીધો છે. આ ગામની પંચાયતે ગામમાં દારૂ અને ગુટકા વેચવા પર પ્રતિબંધ લગાવ્યો છે. એટલુ જ નહિ, દારૂ-ગુખવા વેચનારને માતબર રકમનો દંડ ફટકારવાનો પણ નિયમ બનાવ્યો છે. 
ડોડગામે બનાવેલા નિર્ણયો સામુહિક રીતે અપનાવવા જોઈએ
ડોડગામ પંચાયત દ્વારા બનાવાયેલા તમામ નિયમો આવકારદાયક છે. ગુજરાતને સ્વચ્છતાના રસ્તે લઈ જવુ હોય તો ડોડગામે બનાવેલા નિર્ણયો સામુહિક રીતે અપનાવવા જોઈએ. તો જ ગુજરાતને પાનની ગંદી પિચકારીઓથી મુક્ત કરી શકાય છે.
કયા  કયા નિયમો બનાવાયા
  • જો કોઈ શખ્સ ગામમાં દારૂનું વેચાણ કરતા પકડાય તો 51000 રૂપિયા દંડ કરાશે
  • જો કોઈ દારૂ લઈ જતા પકડાય તો 5100 રૂપિયા  દંડ કરવામાં આવશે
  • જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલ પકડાય તો પોલીસને સોંપવો અને ગામ લોકોએ જામીન પણ આપવા નહિ
  • ગુટકા અને તમાકુ વેચાણ કરનારને 11000 રૂપિયાનો દંડ
  • શાળા છૂટવા કે શરૂ થવાના સમયે અન્ય છોકરાઓ શાળા પાસે ઉભા રહેશે તો 1100 રૂપિયાનો દંડ
  • ગ્રામ પંચાયત દ્વારા ઉઘરાવેલ દંડની રકમ ગો શાળામાં અપાશે
ક્યારથી અમલી !
પ્રાપ્ત માહિતી પ્રમાણે થરાદ તાલુકાની ડોડગામ ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવેથી ગામમાં દારૂ અને ગુટખાનું વેચાણ કરનાર દંડને પાત્ર થશે. ગામમાં દારૂ વેચનારને 51 હજાર અને દારૂ લઈ જતાં પકડાય તો 5100 રૂપિયાનો દંડ થશે. તે ઉપરાંત ગુટખા અને તમાકુ વેચનારને 11 હજારનો દંડ ફટકારવામાં આવશે. આ દંડની રકમ ગૌશાળામાં અપાશે. જેનાથી પશુઓને ઘાસચારો મળી રહેશે ત્યારે શાળામાં છૂટવા કે શરૂ થવાનો સમયે અન્ય  છોકરાઓ  શાળા પાસે  ઊભા  રહેશે તો  1100 નો  દંડ વસુવામાં  આવશે. 
ત્યારે ડોડગામ ગ્રામપંચયત દ્વારા 01.03.2023 થી  ફરજિયાત અમલ કરવાનો નોટિસ જાહેર કરવામાં આવી છે જે  20.02.2023ની  ભગવાનના  સાંનિધ્યમાં  તમામ  ગ્રામજનોની  સભામાં  ઠરાવ પસાર  કરવામાં  આવ્યો છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Whatsapp share
facebook twitter