+

સ્માર્ટ ફોનના વધુ પડતા ઉપયોગથી આ 5 અંગો પર થઇ શકે છે અસર

જો કોઈ કામને પાર પાડવા માટેનું શૉર્ટકટ મળી જાય તો? કોઈ એ શૉર્ટકટને નજરઅંદાજ કરી શકશે ખરા? પરંતુ કહેવાય છેને કે દરેક ચીજોની એક મર્યાદા હોય છે. તો ચાલો આજે આપના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી એ જ વાતથી માહિતગાર કરાવીએ..જો તમને પણ દરરોજ શરીરમાં આ 5 જગ્યાઓ પર સતત દુખાવાની ફરિયાદ રહેતી હોય તો, આ દુખાવાનું કારણ કદાચ 'સ્માર્ટ ફોન' પણ હોઈ શકે છે. ચાલો વિસ્તારથી સમજીએ આ પાછળના કારણો વિશે...સ્માર્ટ ફોàª
જો કોઈ કામને પાર પાડવા માટેનું શૉર્ટકટ મળી જાય તો? કોઈ એ શૉર્ટકટને નજરઅંદાજ કરી શકશે ખરા? પરંતુ કહેવાય છેને કે દરેક ચીજોની એક મર્યાદા હોય છે. તો ચાલો આજે આપના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી એ જ વાતથી માહિતગાર કરાવીએ..
જો તમને પણ દરરોજ શરીરમાં આ 5 જગ્યાઓ પર સતત દુખાવાની ફરિયાદ રહેતી હોય તો, આ દુખાવાનું કારણ કદાચ ‘સ્માર્ટ ફોન’ પણ હોઈ શકે છે. ચાલો વિસ્તારથી સમજીએ આ પાછળના કારણો વિશે…
સ્માર્ટ ફોન વગર આપણા ઘણાં બધા કામો અધૂરા જ રહી જાય છે.  નાના ખીસ્સામાં સમાઈ જતો ફોન આપણા ઘણાં ખર્ચા અને સમયના વેડફાટથી બચાવે છે. જો કે સ્માર્ટ ફોન વગર આપણું કામ પણ નહીં ચાલે આ વાત તો સાચી..! પરંતુ શું તમે જાણો છો, સ્માર્ટ ફોન આરોગ્ય સાથે સંકળાયેલી સમસ્યા પણ નોંતરે છે. 
1. આંખોમાં દુખાવો- 
લાંબો સમય મોબાઈલના ઉપયોગથી આંખમાં દુખાવો, સૂકાપણું અને બળતરા થઈ શકે છે.
2. આંગળીમાં દુખાવો-
 લાંબા સમય સુધી ફોનના ઉપયોગ કરવાથી આંગળીઓમાં દુખાવાની સાથે ખેંચાણ કે જકડન આવી શકે છે.
3. ગરદનમાં દુખાવો-
 લાંબા સમય સુધી ગરદન પર દબાણ આપવું કે એક જ સ્થિતિમાં રાખવી હાનિકારક થઈ શકે છે.
 4. કમરનો દુખાવો- 
સતત બેસીને મોબાઈલના ઉપયોગથી કમરમાં જકડન કે દુખાવો થઈ શકે છે. જેથી સક્રિય રહેવું જરૂરી છે.
5. ખભામાં દુખાવો-
 હાથમાં ફોન પકડીને લાંબા સમયના વપરાશથી ખભામાં આવતું ખેંચાણ દુખાવામાં બદલાય છે. તેથી વચ્ચે વચ્ચે બ્રેક લો.
Whatsapp share
facebook twitter