Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગણેશ ચતુર્થીની પૂજામાં ન ઉમેરો આ વસ્તુઓ, ગણપતિ ગુસ્સે થશે

07:38 PM Apr 18, 2023 | Vipul Pandya

ગણેશ ચતુર્થી, સમગ્ર ભારતમાં ઉજવવામાં આવતો બપ્પાનો આ તહેવાર 31 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. 10 દિવસ સુધી ચાલનારા આ તહેવારની દરેક લોકો વર્ષભર આતુરતાથી રાહ જુએ છે. બજારોમાં અનેક પ્રકારની મૂર્તિઓ, શણગાર અને રંગબેરંગી મીઠાઈઓ જોવા મળી રહ્યી છે. લોકોએ ગણેશ ઉત્સવની અત્યારથીજ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ગણેશજીની પૂજામાં અમુક  વસ્તુનું  ખાસ  ધ્યાન  રાખવું  જોઈએ . ઘણીવાર ગણપતિ પર આ વસ્તુઓ ચઢાવવાથી તે ગુસ્સે થઈ જાય  છે.
તુલસી :
પૌરાણિક માન્યતાઓ અનુસાર ગણેશજીએ તુલસીના લગ્નના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. ગણપતિએ તુલસીને શ્રાપ આપ્યો હતો કે તારા લગ્ન અસુર સાથે થશે, તેથી ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની પૂજામાં  ક્યારેય તુલસી સામેલ કરવામાં  આવતી નથી.

તૂટેલા ચોખા :
ગણપતિની પૂજામાં તૂટેલા ચોખાને અશુભ માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપન દરમિયાન ભગવાન ગણેશને થોડા પાણીથી ભીંજવીને ચોખા અર્પણ કરો, કારણ કે ભગવાન ગણેશનો દાંત તૂટેલો છે અને તેમના માટે ભીના ચોખા લેવાનું સરળ છે.

સૂકા ફૂલ 
ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ગણેશજીની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ મળે છે, તેથી ધ્યાનમાં રાખો કે ભલે તેમને ફૂલ ચઢાવવામાં આવે પણ તે ફૂલ તાજું હોવું જોઈએ. ગણપતિને વાસી અને સૂકા ફૂલ ન ચઢાવો.