Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

DIWALI 2023 : આજે વિક્રમ સંવત 2080 નૂતન વર્ષ, કૃષ્ણમંદિરોમાં થશે ગોવર્ધનપૂજા,જાણો કેવી રીતે કરાય છે પૂજા…

09:03 AM Nov 14, 2023 | Dhruv Parmar

કારતક મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ વિક્રમ સંવતનો પ્રારંભ થવાની સાથેસાથે ગોવર્ધનની પૂજા કરવાની પણ પરંપરા છે. આજના દિવસને અન્નકૂટના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે વિવિધ મંદિર, અનેકના ઘરમાં ભગવાનને અન્નકૂટ ચઢાવવામાં આવે છે. ગોવર્ધન પૂજાનો તહેવાર દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે પરંતુ આ વખતે અમાવસ્યા તિથિ બે દિવસ દૂર હોવાથી ગોવર્ધન પૂજા 14 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે ગોવર્ધન પર્વત (ગિરિરાજ જી) અને શ્રી કૃષ્ણના સ્વરૂપ ગાયની પૂજાનું વિશેષ મહત્વ છે.

ગોવર્ધન પૂજાનું મહત્વ

એક એવી ધાર્મિક માન્યતા છે કે, જે પણ ભક્ત આ દિવસે ભગવાન ગિરિરાજની પૂજા કરે છે, તેના ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ એવા ગિરિરાજ મહારાજની કૃપા સમગ્ર પરિવાર ઉપર વરસતી રહે છે. એવું પણ માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન ગોવર્ધનની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. ગોવર્ધનની પૂજાથી આર્થિક સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે અને ધન, સંતાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

ગોવર્ધન પૂજાની રીત

ગોવર્ધન પૂજા કરવા માટે સૌથી પહેલા ઘરના આંગણામાં ગાયના છાણથી ગોવર્ધનનો આકાર બનાવો. આ પછી રોલી, ચોખા, ખીર, બાતાશા, પાણી, દૂધ, પાન, કેસર, ફૂલ અને દીવો પ્રગટાવીને ભગવાન ગોવર્ધનની પૂજા કરો. આ પછી તમારા પરિવાર સાથે શ્રી કૃષ્ણના સ્વરૂપમાં ગોવર્ધનની સાત પરિક્રમા કરો. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ગોવર્ધનની સાચા મનથી પૂજા કરવાથી અને ગાયને ગોળ અને ચોખા ખવડાવવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અકબંધ રહે છે. આ દિવસે ગાયની પૂજા કરવાથી તમામ પાપો દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ગોવર્ધન પૂજા 2023 પર શુભ યોગ

હિંદુ કેલેન્ડર મુજબ આ દિવસે અનુરાધા નક્ષત્ર સાથે શોભન અને સર્વાર્થ સિદ્ધિ યોગ હશે. તમને જણાવી દઈએ કે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 3.23 વાગ્યે શરૂ થઈ રહ્યો છે.

ગોવર્ધન પૂજાની રીત

ગોવર્ધન પૂજા કરવા માટે સૌથી પહેલા ઘરના આંગણામાં ગાયના છાણથી ગોવર્ધનનો આકાર બનાવો. આ પછી રોલી, ચોખા, ખીર, બાતાશા, પાણી, દૂધ, પાન, કેસર, ફૂલ અને દીવો પ્રગટાવીને ભગવાન ગોવર્ધનની પૂજા કરો. આ પછી તમારા પરિવાર સાથે શ્રી કૃષ્ણના સ્વરૂપમાં ગોવર્ધનની સાત પરિક્રમા કરો. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ગોવર્ધનની સાચા મનથી પૂજા કરવાથી અને ગાયને ગોળ અને ચોખા ખવડાવવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અકબંધ રહે છે. આ દિવસે ગાયની પૂજા કરવાથી તમામ પાપો દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

કૃષ્ણ ભગવાનને 56 ભોગ ધરાવો

આ દિવસે ભગવાન કૃષ્ણને 56 પ્રકારના ભોગ ધરાવવામાં આવે છે, જે ફળદાયી માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી ઘરમાં અન્નનો ભંડાર ખૂટતો નથી. ઘરમાં ખુશીઓનું આગમન થાય છે.

આ પણ વાંચો : આ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિમાં આજે થઇ શકે છે સુધારો