+

IND vs SA: ભારતીય ખેલાડીઓનું નિરાશ કરતું પ્રદર્શન

IND vs SA: હાલમાં ખેલ જગતમાં India અને SA વચ્ચે Test Match યોજાઈ છે. આ મેચ કેપટાઉનના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્યારે ભારતીય ખેલાડીઓ દ્વારા શરમજનક પ્રદર્શન SA માં સામે…

IND vs SA: હાલમાં ખેલ જગતમાં India અને SA વચ્ચે Test Match યોજાઈ છે. આ મેચ કેપટાઉનના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્યારે ભારતીય ખેલાડીઓ દ્વારા શરમજનક પ્રદર્શન SA માં સામે કરવામાં આવ્યું છે. ટેસ્ટ મેચના પહેલા દિવસે India ટીમના ખેલાડીઓ દ્વારા SA ટીમને 55 રનમાં આઉટ કરવામાં આવી હતી. પરંતુ બેટિંગ દરમિયાન પત્તાના ઘરની જેમ તૂટી પડી હતી. પરિણામ એ આવ્યું કે ટીમ SA પ્રથમ દિવસે જ બીજી વખત બેટિંગ કરવા ઉતરી હતી.

SA સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ હાર્યા બાદ ભારત સ્કોર બરાબરી કરવાના ઈરાદા સાથે ઉતર્યું હતું. Captain Rohit Sharma એ ટોસ જીતીને Bowling કરવાનું પસંદ કર્યું અને પ્રથમ દાવમાં SA ટીમને માત્ર 55 રનમાં ઑલ આઉટ કરી દીધી હતી. મોહમ્મદ સિરાજે 15 રનમાં 6 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારે 2-2 વિકેટ ઝડપીને SAની આખી ટીમને સસ્તામાં ડ્રેસિંગ રૂમમાં મોકલી દીધી હતી.

ind vs sa

ind vs sa

આ જ સ્કોર પર 6 વિકેટ પડી હતી

India એ 10 મી ઓવર પહેલા જ SA સામે 55 રનનો સાધારણ સ્કોર પૂરો કરી લીધો હતો. કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટીમને લીડ મળી હતી. તે ઉપરાંત તેના આઉટ થયા બાદ પણ બધુ બરાબર ચાલી રહ્યું હતું. તે પછી કેએલ રાહુલ અને વિરાટ કોહલી ઈનિંગની આગેવાની કરી રહ્યા હતા. ભારતને ચોથો આંચકો 153 રન પર લાગ્યો હતો અને આ પછી એક પણ રન થયો ન હતો. લુંગી એનગિડીએ આવીને એક પછી એક ત્રણ વિકેટ લીધી અને પછી કાગીસો રબાડાએ બાકીનું કામ કર્યું.

7 Batsman શૂન્ય પર પરત ફર્યા

SA સામેની કેપટાઉન ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના 7 બેટ્સમેનો ખાતું ખોલાવ્યા આઉટ થયા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલ શૂન્ય પર આઉટ થનાર પ્રથમ બેટ્સમેન હતો. આ પછી શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ શૂન્ય પર આઉટ થઈને પરત ફર્યા હતા. જ્યારે મુકેશ કુમારને બેટિંગ કરવાની તક મળી ન હતી.

આ પણ વાંચો: Wrestler Protest: જુનિયર કુસ્તીબાજોએ દિગ્ગજનો દાવ પલટ્યો

 

Whatsapp share
facebook twitter