Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રાથમિક શિક્ષણ નિયામક કચરીએ અમદાવાદની ચાર શાળાઓની માન્યતા રદ કરી

10:13 AM Dec 12, 2023 | Hiren Dave
  • પ્રાથમિક શિક્ષણ નિયામક કચરીએ અમદાવાદની ચાર શાળાઓની માન્યતા રદ કરી
  • હાટકેશ્વર વિસ્તારની નૂતન અંગ્રેજી માધ્યમ ની માન્યતા રદ કરાઇ
  • હાટકેશ્વરને મિતુલ પ્રાથમિક શાળામાં જર્જરીત અવસ્થામાં બિલ્ડીંગ હોવાના કારણે માન્યતા રદ થઈ
  • ગેરતપુરની ભગવતી ગુજરાતી માધ્યમ અને શ્રધ્ધા અંગ્રેજી માધ્યમ શાળાની માન્યતા રદ
  • ભગવતી અને શ્રદ્ધા પ્રાથમિક શાળામાં માળખા સુવિધાના અભાવે માન્યતા રદ થઈ

અમદાવાદની સ્કૂલો વિરૂદ્ધ થયેલી ફરિયાદ બાદ અમદાવાદ શહેર DEO કચેરી દ્વારા અધિકારીઓને રૂબરૂ મોકલીને શહેરની 4 સ્કૂલોની તપાસ હાથ ધરાઇ હતી. ત્યારે બાદ 8 નવેમ્બરે ફરીથી સુનાવણી રખાઇ હતી. આથી તપાસના તારણો અને સુનાવણીના નિવેદન હાદ ફાઇનલ રિપોર્ટ DEOને મોકલાયો હતો. જેના જણાવ્યાં મુજબ, આ ટ્રસ્ટની સ્કૂલ અગાઉ બીજા સ્થળે હતી અને જે શહેર DEO કચેરીમાં સ્થળ ફેરફારની તપાસ ફાઇલ ચાલતી હતી. જેથી આ ફરિયાદની તપાસ પણ અહીંથી જ કરાઇ હતી.

મંજૂરી સમયે એફિડેવિટમાં ખોટી વિગતો જાહેર કરેલી

આથી તપાસ બાદ ધ્યાને આવ્યું હતું કે શહેરની નૂતન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નૂતન હિન્દી વિદ્યાલય, શ્રદ્ધા ઇન્ટરનેશનલ સ્કૂલ (ધો. 1થી 5 અંગ્રેજી માધ્યમ) અને ભગવતી ગુજરાતી બાલ મંદિર તથા પ્રાથમિક સ્કૂલ (ગુજરાતી માધ્યમ ધો. 1થી 8) એક જ સ્થળે બિલ્ડિંગમાં ચલાવવામાં આવે છે. અહીં સ્કૂલમાં જરૂરિયાત મુજબના વર્ગખંડો ઉપલબ્ધ ન હોવાથી અને મંજૂરી સમયે એફિડેવિટમાં ખોટી વિગતો જાહેર કરી ખોટું સોગંધનામુ રજૂ કરીને માન્યતા મેળવી લીધી હોવાનું સાબિત થયું હતું. આથી આ ગેરરીતિ અને અપૂરતી સુવિધાના લીધે શ્રદ્ધા ઇન્ટરનેશનલ સ્કૂલ અને ભગવતી બાલમંદિર તથા પ્રાથમિક સ્કૂલ ગુજરાતી માધ્યમની માન્યતા રદ કરાઇ.

વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલોમાં પ્રવેશ અપાશે

આ બે સ્કૂલો ઉપરાંત શહેરના હાટકેશ્વરની નૂતન હિન્દી માધ્યમ સ્કૂલ અને નૂતન ગુજરાતની માધ્યમ સ્કૂલની પણ માન્યતા રદ કરવાનો પ્રાથમિક શિક્ષણ નિયામકે આદેશ કર્યો હતો. આથી અંતે સ્થળની તપાસ અને રૂબરૂ સુનાવણી બાદ DEOના ફાઇનલ રિપોર્ટના આધારે ચારેય સ્કૂલોની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવાયો. જોકે માન્યતા રદ થયેલી શાળાઓના વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલોમાં પ્રવેશ અપાશે.

 

આ પણ વાંચો-રાજ્યમાં આગામી દિવસમાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી, જાણો ક્યાં કેટલું તાપમાન?