+

12 માર્ચથી કેશોદ – મુંબઇ વચ્ચે અઠવાડિયામાં ત્રણ વખત ડાયરેક્ટ ફ્લાાઇટ, જાણો ટાઇમ ટેબલ અને ભાડું

સૌરાષ્ટ્રને રાજકોટ બાદ વધુ એક શહેમાંથી મુંબઇ સુધીની એર કનેક્ટિવિટી મળવા જઇ રહી છે. આ બીજી શહેરનું નામ છે કેશોદ. છેલ્લા ઘણા વર્ષથી બંધ એવું કેશોદનું એરપોર્ટ ફરી વખત શરુ થવા જઇ રહ્યું છે. આગામી 12 માર્ચથી કેશોદથી-મુંબઇ વચ્ચેની વિમાન સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે કેશદ અને મુંબઇ વચ્ચેની ફ્લાઇટનું સમયપત્રક સામે આવ્યું છે. એલાઇન્સ એર દવારા કેશોદથી મુંબઇ વચ્ચેની ફ્લાઇટોનું સંચાલન
સૌરાષ્ટ્રને રાજકોટ બાદ વધુ એક શહેમાંથી મુંબઇ સુધીની એર કનેક્ટિવિટી મળવા જઇ રહી છે. આ બીજી શહેરનું નામ છે કેશોદ. છેલ્લા ઘણા વર્ષથી બંધ એવું કેશોદનું એરપોર્ટ ફરી વખત શરુ થવા જઇ રહ્યું છે. આગામી 12 માર્ચથી કેશોદથી-મુંબઇ વચ્ચેની વિમાન સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે કેશદ અને મુંબઇ વચ્ચેની ફ્લાઇટનું સમયપત્રક સામે આવ્યું છે. એલાઇન્સ એર દવારા કેશોદથી મુંબઇ વચ્ચેની ફ્લાઇટોનું સંચાલન કરવામાં આવશે. 


અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઇટ મળશે
ભારત સરકારની RCS ઉડાન યોજના હેઠળ આ ફ્લાઇટોનું સંચાલન કરવામાં આવશે. આગામી 12 માર્ચથી અઠવાડિયામાં ત્રણ દિવસ કેશોદથી મુંબઇ અને મુંબઇથી કેશોદની ડાયરેક્ટ ફ્લાઇટ મળશે. એલાઇન્સ એર દ્વારા જાહેર કરવામાં આવલી પરેસ રીલિઝ દ્વારા અછવાડિયામાં બુધવાર, શુક્રવાર અને શનિવારના દિવસે આ ફ્લાઇટ ઉડાન ભરશે. એલાઇન્સ એરલાઇન દ્વારા પોતાના 70 સીટર ATR 72 600 એરક્રાફ્ટ વડે આ વિમાન સેવા શરુ કરવામાં આવનાર છે.


સમય અને ભાડું
એલાઇન્સ એરલાઇન્સના જણાવ્યા પ્રમાણે ફ્લાઇટ 9I 675 મુંબઇથી બપોરે 12 કલાકે ઉડાન ભરશે, જે 01:25 કલાકે કેશોદ પહોંચશે. જ્યારે ફ્લાઇટ 9I 676 કેશોદથી બપોરે 01:50 મિનિટે ઉડાન ભરશે અને 02:10 કલાકે મુંબિ પહોંચશે. અછવાડિયામાં ત્રણ દિવસ આ પ્રકારનું જ સમયપત્રક રહેશે. 
આ સિવાય જો કેશોદથી મુંબઇ અને મુંબઇથી કેશોદના ભઆડાની વાત કરીએ તો તે 2666 રુપિયા હશે તેવું જણાવવામાં આવ્યું છે.

કેશોદ એરપોર્ટનું રિનોવેશન
કેશોદ એરપોર્ટને ફરી વખત શરુ કરવા માટે તેનું રિનોવેશન કરવામાં આવ્યું છે. જેમાં રૂ.25 કરોડના ખર્ચે રન-વે સહિતની કામગીરી કરવામાં આવી છે. આગામી તા.12 માર્ચના રોજ કેશોદ એરપોર્ટનું કેન્દ્રીય નાગરીક ઉડ્યન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા ઉદ્ધાટન કરશે. જો કે આ વાતની હજુ પુષ્ટિ કરવામાં નથી આવી. તેનું કારણ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા અત્યારે રોમાનિયામાં છે. જો કે આમ છતા એવી માહિતિ મળી રહી છે કે મુંબઇથી કેશોદ આવતી પહેલી ફ્લાઇટમાં જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત અન્ય અધિકરીઓ પણ હાજર હશે.
Whatsapp share
facebook twitter