Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શું ઓસ્ટ્રેલિયામાં થયું પાકિસ્તાન ક્રિકેટ ટીમનું અપમાન ? પાક. ટીમ જાતે પોતાનો સામાન ઉતારતી દેખાઈ

11:19 PM Dec 01, 2023 | Harsh Bhatt

આ દિવસોમાં પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. પાકિસ્તાનની ટીમ આજે ઓસ્ટ્રેલિયા પહોંચી છે. વર્લ્ડ કપ 2023 માં ખરાબ પ્રદર્શન બાદ હવે પાકિસ્તાનની ટીમ તેના નવા અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. પરંતુ જ્યારથી પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી છે, ત્યારથી તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. ચાહકો કહી રહ્યા છે કે પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચતા જ તેનું અપમાન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાની ટીમના આગમન બાદ આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન ટીમનું કર્યું અપમાન

વાસ્તવમાં આજે પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી હતી. જ્યારે પાકિસ્તાનની ટીમ કેનબેરા એરપોર્ટ પહોંચી ત્યારે પાકિસ્તાની એમ્બેસી કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો કોઈ અધિકારી તેના સ્વાગત માટે ત્યાં હાજર નહોતો. જે બાદ પાકિસ્તાન ટીમના તમામ ખેલાડીઓ પોતાનો સામાન જાતે જ ચઢાવતા જોવા મળ્યા હતા. યુઝર્સ હવે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની તસવીરો શેર કરીને પાકિસ્તાન ટીમની મજા માણી રહ્યાં છે.

પાકિસ્તાનની ટીમ ટેસ્ટ સિરીઝ રમવા પહોંચી હતી

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ આજે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ છે. આ પ્રવાસ પર પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સાથે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. બંને ટીમો વચ્ચે 14 ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. પ્રથમ મેચ 14 થી 18 ડિસેમ્બર દરમિયાન રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ 26 થી 30 ડિસેમ્બર દરમિયાન રમાશે. આ ટેસ્ટ સિરીઝમાં પાકિસ્તાન ટીમની કપ્તાની શાન મસૂદને સોંપવામાં આવી છે. આ ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનની ટીમ નવા કેપ્ટન, નવા કોચ અને નવી રણનીતિ હેઠળ મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો — IND vs AUS : સુર્યાએ કેપ્ટનશિપમાં ડેબ્યૂ કરીને ઓસ્ટ્રેલિયાથી જીતી સિરીઝ, Team India એ રચ્યો ઈતિહાસ…