Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લેબગ્નોન ડાયમંડને અલગથી HSN કોડ મળતાં હીરા વેપારીઓમાં ઉત્સાહનો માહોલ

12:40 PM May 04, 2023 | Vishal Dave

ડાયમંડ ઉદ્યોગમાં તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે.એક બાજુ જવેલરી મેન્યુફેક્ચર્સ ઉત્પાદન ઉપર કાપ મૂકાયો છે.તો બીજી બાજુ લેબગ્નોન ડાયમંડને નવી ઓળખ મળી છે.લેબગ્નોન ડાયમંડને અલગથી HSN કોડ મળતાં વેપાર માં તેજી આવવાની ઉદ્યોગકારો એ શક્યતા વ્યક્ત કરી છે. થોડા સમય પહેલા હીરા ઉદ્યોગકારો દ્વારા મોટા પાયે રફ હીરાની ખરીદી કરવામાં આવી હતી,જે બાદ હવે લેબગ્નોન ડાયમંડ માં એચએસએન કોડ મળવાથી નિકાસ સંબંધિત ડેટા સરળતાથી મળતાં ડાયમંડ ઉદ્યોગમાં તેજી આવશે.

HSN કોડથી લેબગ્રોન ડાયમંડને અલગથી ઓળખ મળી 

ડાયમંડ ઉદ્યોગકારો દ્વારા લાંબા સમયથી કરવામા આવતી રજૂઆત ફળી છે.વેપારને વેગ મળે તે માટે લેબગ્રોન ડાયમંડને અલગથી એચએસએન કોડ આપવા રજૂઆત કરાઈ હતી.જે બાદ કેન્દ્ર સરકાર દ્વારા લેબગ્નોન હીરા ઉત્પાદકોની વાતને ધ્યાને રાખી લેબગ્રોન ડાયમંડને અલગથી એચએસએન કોડ ફાળવી ઉદ્યોગકારોને રાહત આપવામાં આવી છે. કોડ આપવામાં આવ્યા બાદ લેબગ્રોન ડાયમંડને અલગ થી ઓળખાણ મળી છે.

અમેરિકા અને યુરોપ સહિતના દેશોમાં લેબગ્નોન હીરાની સારી માંગ

કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગોને પોત્સાહન આપવામાં આવી રહ્યું છે.જેના ભાગ રૂપે હાલ લેબગ્નોન ડાયમંડના ઉત્પાદકો દ્વારા કરેલી માંગનો સ્વીકાર કરતા ડાયમંડ ઉદ્યોગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.અત્યાર સુધી અલગ કોડ નહીં હોવાથી લેબગ્રોન ડાયમંડના નિકાસ સહિતના ચોક્કસ આંકડાઓ સરળતાથી જાણવા માં મુશ્કેલી આવતી હતી,બીજી બાજુ નેચરલ હીરાની જેમ લેબગ્નોન હીરાનો વેપાર પણ ખૂબજ ઝડપથી વિકસી રહ્યો છે. ડાયમંડ વેપારીઓનું કહેવું છે કે અમેરિકા અને યુરોપ સહિતના દેશોમાં લેબગ્નોન હીરાની સારી માંગ છે જેનાથી તેની નિકાસમાં ખૂબજ ઝડપી વધારો થયો છે.

લેબગ્રોન અંગે હીરા ઉદ્યોગકારોએ અનેકવાર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી 

આ અંગે જી જે ઇ પી સી ના પૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે ડાયમંડ માટે પહેલા કોઈ કોડ હતો નહીં,જોકે અત્યાર સુધી ઘણી મુશ્કેલીઓ બાદ પણ આ ઉદ્યોગ અડીખમ ઉભો છે.પરંતુ હવે અલગથી ડાયમંડ ને એચએસએન કોડ ફાળવવામાં આવ્યો છે. લેબગ્રોન અંગે હીરા ઉદ્યોગકારોએ અનેકવાર સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી,અંતે સરકારે લેબગ્નોન હીરાને અલગથી એચએસએન કોડ આપ્યો છે.હાલ તમામ વેપારીઓ માટે સરકારે હીરા ના વેપારને ધ્યાને રાખી હીરા માટે અલગથી એચએસએનકોડની જાહેરાત કરી છે..ડાયમંડ એસોસિયેશને પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.આ અંગે હીરા ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે કે રફ અને લેબગ્રોન બન્ને માં મોટો તફાવત છે..પરંતુ હવે લેબગ્રોન હીરાને એક ઓળખાણ મળી છે.જે ખૂબજ આનંદ ની વાત છે. આવનારા સમયમાં લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી ખુબ ઝડપથી વિકાસ કરશે.

જો કે મંદીને કારણે જોઇએ તેવી ડિમાન્ડ નહીં 

બીજી બાજુ હીરા વેપારીઓમાં મુજવણ પણ જોવા મળી રહી છે.એક બાજુ સરકાર દ્વારા પ્રોત્સાહનરૂપી પગલુ ભરાયુ છે .તો બીજી તરફ ઉદ્યોગમાં પ્રવર્તી રહેલી મંદીની ને કારણે હીરાની ડિમાન્ડમાં ઘટાડો થયો છે.જેથી હીરા ઉદ્યોગકારો દ્વારા લાંબુ વેકેશન પણ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે જ્વેલરી મેન્યુફેક્ચર્સોએ પણ કામના કલાકો ઘટાડવાનો નિર્ણય કરતા કારીગરો અટવાયા છે. કેટલાક કારખાનેદારોએ બે માંથી એક પાળી કરી છે.તો ક્યાંક બે કલાક ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે કેટલાક કારખાનેદારોએ અઠવાડિયામાં બે દિવસની રજા જાહેર કરી છે.

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત