Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Dhoni આજે મેદાનમાં ઉતરતા જ બનાવશે આ મોટો રેકોર્ડ

03:45 PM May 28, 2023 | Hardik Shah

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) માં 28 મે 2023ના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ (CSK vs GT) વચ્ચે ટાઇટલ મેચ રમાશે. અમદાવાદમાં રમાનારી આ મેચમાં તમામની નજર ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની (Ms DHoni) પર રહેશે. આ તેની છેલ્લી IPL મેચ પણ હોઈ શકે છે. ધોની આ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ ઈતિહાસ રચશે. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સ જેવી આશાસ્પદ ટીમ છે જેણે પોતાની બીજી સિઝનમાં જ પોતાના કૌશલ્યથી દિગ્ગજોને આશ્ચર્યચકિત કર્યા છે.

એમએસ ધોની ઈતિહાસ રચશે

ધોનીએ IPLમાં અત્યાર સુધી 249 મેચ રમીને 5082 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 24 વખત અડધી સદીની ઇનિંગ્સ પણ નીકળી છે. ધોની તેની ટીમ માટે છેલ્લી ઓવરમાં આવે છે અને ઝડપી રન બનાવીને વિજય મેળવે છે. ધોનીની કપ્તાનીમાં ટીમે 4 વખત ખિતાબ જીત્યો છે. જો તે ટીમને વધુ એક મેચ જીતાડશે તો તે પાંચ ટાઇટલ જીતનાર બીજો કેપ્ટન બની જશે. આ યાદીમાં રોહિત શર્મા ટોપ પર છે. જેની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત ટાઈટલ જીતી ચુકી છે. IPL 2023ની ફાઈનલ મેચમાં ધોની મેદાનમાં ઉતરશે કે તુરંત જ તેના નામે IPLમાં 250 મેચ રમવાનો રેકોર્ડ બની જશે. તે IPLના ઈતિહાસમાં 250 મેચ રમનાર એકમાત્ર ખેલાડી બની જશે. IPLમાં ધોની અત્યાર સુધી 249 મેચ રમી ચૂક્યો છે. IPL 2023ની ફાઈનલ તેની 250મી મેચ હશે.

એક જીત અને CSK જીતી જશે પાંચમી વખત ટાઈટલ

આજની મેચના મોટા રેકોર્ડની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ તેના પાંચમા IPL ટાઈટલથી માત્ર એક જીત જ દૂર છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમે 2010, 2011, 2018 અને 2021માં ટાઈટલ જીત્યું છે. IPLમાં સૌથી વધુ ટાઈટલ જીતવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના નામે છે અને આજે તેની બરાબરી થઈ શકે છે.

ધોની બેજોડ બની જશે

જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ટાઇટન્સ સામે ટોસ માટે બહાર નીકળશે ત્યારે તે IPLની 11મી ફાઈનલમાં રમશે. ધોની 10મી વખત ચેન્નઈ સુપર કિંગ્સ માટે ફાઇનલમાં દેખાશે અને તેણે રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કરતી વખતે 2017માં એકવાર ફાઇનલમાં રમ્યું હતું. આ લીગમાં ધોનીની આ 250મી મેચ પણ છે અને તે આવું કરનાર પ્રથમ ખેલાડી છે.

અદ્ભુત સંયોગ પ્રથમ વખત

આજે IPLમાં પણ અદ્ભુત સહયોગ રચાઈ રહ્યો છે. આવું પહેલીવાર બની રહ્યું છે કે ઓપનિંગ મેચ રમી રહેલી ટીમો ફાઈનલ મેચમાં ટકરાશે. સિઝનની શરૂઆતની મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ (CSK vs GT) વચ્ચે રમાઈ હતી જે ગુજરાતની ટીમે જીતી હતી અને હવે બંને ટીમો ફાઇનલમાં સામસામે છે.

આ પણ વાંચો – IPL 2023 FINAL : ટૂર્નામેન્ટની પહેલી મેચમાં હારનો બદલો લેવા ઉતરશે ધોની સેના કે ગુજરાત 2022નું પુનરાવર્તન કરશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ