Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અંબાજી ખાતે દીવ્ય દરબારમા આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ અહીંના પહાડોમાં આવેલી માર્બલ માઈન્સની કરી મુલાકાત

10:57 PM Oct 17, 2023 | Hardik Shah

અહેવાલ – શક્તિસિંહ રાજપુત

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી અરાવલી પર્વતમાળાની વચ્ચે આવેલું વિશ્વના 51 શક્તિપીઠ પૈકીનું આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે, ત્યારે અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે અંબાજી ખાતે નવરાત્રી પર્વમાં ત્રણ દિવસ સુધી GMDC ગ્રાઉન્ડમાં ઇસ્કોન ગ્રુપ દ્વારા દીવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું.

આ દરબારમાં બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્યપ્રદેશ થી અંબાજી ખાતે આવ્યા છે. ત્યારે તેમને પ્રથમ દિવસે અંબાજી મંદિરના દર્શન કર્યા હતા અને છેલ્લા અંતિમ દિવસે તેમને ગબ્બર ખાતે માતાજીની અખંડ ના દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ તેમને અરાવલી પર્વતમાળાની વચ્ચે આવેલી માર્બલ માઈન્સની મુલાકાત લીધી હતી. પહાડો વચ્ચે આવેલી આ માઈન્સ ની મુલાકાત કર્યા બાદ તેમને અહી આવેલા નીલ માતા મંદિરનાં દર્શન કર્યા હતા.

અંબાજી માર્બલ ઉદ્યોગ થી સમગ્ર વિશ્વમાં જાણીતું છે.અંબાજી મા 28 જેટલી માર્બલની ખાણો આવેલી છે. અંબાજી દીવ્ય દરબાર કરવા આવેલા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી નજીક અરાવલી પર્વતમાળાની વચ્ચે આવેલી માર્બલ માઈન્સની મુલાકાત લીધી હતી. અંબાજીની સૌથી જાણીતી ડિકે ત્રીવેદી ખાણ પર જઈને તેમને નિરીક્ષણ કર્યું હતુ.પહાડી વિસ્તારમાં કઈ રીતે પથ્થર નીકળે છે તે તેમને નિરીક્ષણ કર્યું હતુ. ખાણ પર આવેલા નીલમાતા મંદીર ના પણ તેમને દર્શન કર્યા હતા. ગબ્બર પર્વત પર આવેલા અખંડ જ્યોતના દર્શન કર્યા હતા.

અંબાજી ઊતર ગુજરાતમાં આવેલું જગ વિખ્યાત યાત્રાધામ છે.બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતા તાલુકાના અરાવલી પર્વતમાળાની વચ્ચે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી આવેલું છે. અંબાજી માર્બલ થી જાણીતું છે સાથે સાથે અંબાજી મંદીર થી પણ ઓળખાય છે.

આ પણ વાંચો – Ahmedabad News : નવરાત્રિ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનો માસ્ટરપ્લાન, 2100 જવાનો ખડેપગે રહેશે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.