+

સુરતમાં આજે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો યોજાશે દિવ્ય દરબાર

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) આજે સુરતમાં દિવ્ય દરબાર યોજવાના છે. આ દિવ્ય દરબાર માટે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં પહોંચી ચુક્યા છે. મળતી માહિતી અનુસાર, આ દિવ્ય દરબારમાં 2…

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) આજે સુરતમાં દિવ્ય દરબાર યોજવાના છે. આ દિવ્ય દરબાર માટે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં પહોંચી ચુક્યા છે. મળતી માહિતી અનુસાર, આ દિવ્ય દરબારમાં 2 લાખથી વધુ લોકો આવવાની શક્યતા છે. ત્યારે સુરતમાં આગમન સાથે જ પ્રજાના પ્રેમને જોઈ બાબાએ તેમને પાગલ કહીને સંબોધ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જય દ્વારકાધીશ, જય બાગેશ્વર ધામ કહીને જણાવ્યું કે, ખૂબ જ અદભુત છે. સુરતના તમામ પાગલોને સાધુવાદ, બાગેશ્વર બાલાજીની કૃપા થાય. તમામ લોકો દિવ્ય દરબારમાં અને પ્રવચનમાં આવે. આ પહેલા ગુરુવારે બાબા બાગેશ્વર (Baba Bageshwar) ના સ્વાગતમાં અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં સંતો અને સમર્થકો આવકારવા પહોંચ્યા હતા.

2 લાખથી વધુ લોકો દિવ્ય દરબારમાં આવવાની સંભાવના

આજે સુરતમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર યોજવાના છે. જેમા મોટી સંખ્યામાં લોકો આવવાની શક્યતા છે. આ પહેલા જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે બાબા બાગેશ્વરનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. તેમના સ્વાગત માટે આરતીની થાળી સાથે સુરતી માતા કિરણ પટેલ અને ધારાસભ્ય સંગીતા પાટીલ સુરત એરપોર્ટ પર હાજર રહ્યા હતા. માતા કિરણ પેટલે ધીરેન્દ્ર શાસ્ત્રીની આરતી ઉતારી સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં લોકો સુરતના બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં આવવાની સંભાવનાને લઇને સુરક્ષાની લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરત એરપોર્ટની બહાર આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવશે. તેવામાં આજે દિવ્ય દરબાર અને આવતીકાલે કથા અને ભભૂતી વિતરણ કરાશે.

સુરતમાં લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી

સુરતમાં બાબા બાગેશ્વરનો 2 દિવસ દિવ્ય દરબાર યોજાશે. 26 અને 27 તારીખે તેઓ સુરતમાં દિવ્ય દરબાર યોજ્યા બાદ અમદાવાદ અને બાદમાં રાજકોટ ખાતે જશે. મહત્વનુ છે કે સુરતના બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં સુરક્ષાની લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં 400થી વધુ પોલીસ જવાનો અને 700 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત અંદાજે 2 લાખ ભક્તોના આગમનને લઈ TRB સહિત ટ્રાફિક પોલીસનો પણ ખાસ બંદોબસ્ત જોડાશે. બાબાના દિવ્ય દરબારમાં એક JCP, બે DCP, 4 ACP સહિતના વરિષ્ઠ અધિકારીઓ દેખરેખ રાખશે. વધુમાં જણાવી દઇએ કે, આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના સ્થળ અને તેની આસપાસ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હિંદુ સંગઠનોના હજારો સ્વયંસેવકો કાર્યક્રમ સ્થળની અંદર અને બહાર ટ્રાફિકથી લઈ અન્ય વ્યવસ્થાઓમાં સહકાર આપશે. તો બાબાની ઝેડ કેટેગરીની સુરક્ષાને જોતા મંચ આસપાસ પોલીસનો ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાશે.

જાણો બાબા બાગેશ્વરનો ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ

આયોજન સમિતિના સદસ્યના જણાવ્યા મુજબ, બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં સૌથી પહેલા સુરતમાં પોતાનો દિવ્ય દરબાર યોજવાના છે. તેઓ 26મી મેથી 27મી મે સુધી દરબાર યોજશે. આ દરમિયાન તઓ કથાવાર્તા અને રોડ શોનું પણ આયોજન કરશે. ત્યારબાદ તેઓ અમદાવાદના મહેમાન બનશે. તેઓ 29મી મેથી 31મી મે સુધી અમદાવાદમાં દિવ્ય દરબાર યોજવાના છે. ત્યારબાદ તેઓ રાજકોટની રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ દરબાર યોજાવાનો છે. જેમાં તેઓ સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર કરશે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને લઈને બાગેશ્વરધામ સેવા સમિતિ રાજકોટ દ્વારા તડામાર તૈયારીઓ પણ શરુ કરી દેવામા આવી છે. અને આ માટે લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો – ગુજરાતના પાગલો તમે કેમ છો ? ભક્તિના પ્રદેશ ગુજરાતની ધરતીને પ્રણામ : પં. ધીરેન્દ્ર શાસ્ત્રી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter