+

Shri Shankaracharya-શિવજીના અવતાર અને વેદધર્મના પ્રચારક

Shri Shankaracharya- શ્રીમદ્ જગદ્ગુરુ શંકરાચાર્યજી અદ્વૈત સિદ્ધાંત મુજબના સંપ્રદાયના પ્રણેતા છે. ભગવાન શ્રીમન્નનારાયણે ધર્મની સ્થાપના કરવા માટે મુખ્ય ચાર વ્યક્તિને આજ્ઞા કરી જેમાં (1) શ્રીમહાલક્ષ્મીજી (2) શ્રી બ્રહ્માજી (3) શિવજી…

Shri Shankaracharya- શ્રીમદ્ જગદ્ગુરુ શંકરાચાર્યજી અદ્વૈત સિદ્ધાંત મુજબના સંપ્રદાયના પ્રણેતા છે. ભગવાન શ્રીમન્નનારાયણે ધર્મની સ્થાપના કરવા માટે મુખ્ય ચાર વ્યક્તિને આજ્ઞા કરી જેમાં (1) શ્રીમહાલક્ષ્મીજી (2) શ્રી બ્રહ્માજી (3) શિવજી (4) સનકાદિક મુનિ હાલમાં સમગ્ર ભારતવર્ષમાં આ ચારેય દ્વારા સ્થાપિત ધર્મ જોવા મળે છે.

જેમાં બ્રહ્માજી દ્વારા બે સંપ્રદાયો સ્થાપવામાં આવ્યા

(1) શ્રી શંકરાચાર્યજીનો અદ્વૈત સંપ્રદાય અને

(2) માધવાચાર્યજીનો દ્વૈત સંપ્રદાય.

શ્રી શંકરાચાર્યજી દ્વારા સ્થાપિત અદ્વૈત સંપ્રદાય

જગદ્ગુરુ શંકરાચાર્ય (Shri Shankaracharya)સાક્ષાત્ શિવજીનો અવતાર માનવામાં આવે છે. તેઓ શિવ સંપ્રદાય અને વેદ ધર્મના પ્રણેતા અને પ્રચારક છે. `જીવાત્મા જ બ્રહ્મ છે અને પ્રકૃતિ એ તો માયા છે.’ આ સિદ્ધાંત શંકરાચાર્યજીએ સમાજને આપ્યો.

સાક્ષાત્ શિવજીના અવતાર

ધરતી પર જ્યારે અધર્મનું જોર વધી ગયું અને વેદ ધર્મ પણ લુપ્ત થવા માંડ્યો હતો ત્યારે દેવોને ચિંતા થઈ અને તેઓ ભગવાન શિવ પાસે જઈ વેદ ધર્મને બચાવવા માટે વિનંતી કરવા લાગ્યા ત્યારે ભગવાને આશ્વાસન આપતાં કહ્યું કે `તમે ગભરાશો નહીં. વેદ ધર્મને બચાવવા માટે હું પોતે ધરતી પર અવતાર લઈશ. અજ્ઞાનના અંધકારમાં અટવાયેલી પ્રજાને માટે જ્ઞાનનો દીપક પ્રગટાવીશ.’

ઈ.સ. 788માં વૈશાખ સુદ પાંચમના દિવસે કાલદી નિવાસી પૂજારી શિવગુરુની પત્ની સુભદ્રાના ખોળે એક બાળકે જન્મ લીધો તે બાળક સાક્ષાત્ શિવજીના અવતાર રૂપ જગદ્ગુરુ શંકરાચાર્યજી હતા.

શંકરાચાર્યજી જીવ્યા માત્ર અલ્પકાલીન,પરંતુ કેવું જીવવું જોઈએ તે સાબિત કરી આપ્યું.

`we live in deeds but not in years.’

દક્ષિણ ભારતની પશ્ચિમ દિશામાં કેરળના મલબાર કાંઠા ઉપર કાલાદી નામનું ગામ છે ત્યાં મલબાર કાંઠે વૃષાદી પર્વત ઉપર સ્વયંભૂ શિવજી જ્યોતિર્લિંગના રૂપે પ્રગટ થયા. તે પ્રદેશના રાજા રાજશેખરને સ્વયંભૂ શિવજીએ સ્વપ્નમાં દર્શન આપ્યાં. રાજાએ શિવજીની આજ્ઞા મુજબ શિવાલયની સ્થાપના કરી ત્યાં પૂજન-અર્ચન કરવા પંડિત વિદ્યાધિરાજ (શિવગુરુ)ની વરણી થઈ. તેમની પત્ની (પૂજારીની) સુભદ્રાને શિવકૃપાથી, શિવઉપાસનાથી ઘણાં જ કષ્ટને અંતે અત્યંત બુદ્ધિશાળી પણ અલ્પ આયુષ્યવાળા બાળકનો જન્મ થયો. તે દિવસ વૈશાખ સુદ-પંચમી. બાળકનું નામ શંકર રાખ્યું.

જન્મતાંવેંત જ બાળકમાં મેધા અને પ્રજ્ઞા બંને દિવ્યમાન હતા. જન્મતાં જ સરળ સંસ્કારી મીઠી વાણી પ્રગટ થઈ. બીજા ત્રીજા વર્ષે તો લેખન-વાંચનનું જ્ઞાન પણ મેળવી લીધું.

બાળકના પાંચમા વર્ષે બાળકના પિતાશ્રી શિવગુરુનું કૈલાશગમન થયું. કુટુંબીજનોએ પિતાની ઈચ્છા મુજબ પુત્ર શંકરને ઉપનયન સંસ્કાર કર્યાં. બાળ શંકરે બાર વર્ષની વેદવિદ્યા માત્ર 1 વર્ષમાં શીખી લીધી. આ ઉપરાંત ગુરુઆજ્ઞાથી શિષ્યોને વેદ અભ્યાસ પણ કરાવતાં. ભગવતવાદ ગુરુ ગોવિંદાચાર્યને પણ એક અલૌકિક અધિકારી શિષ્યની પ્રાપ્તિ થઈ હતી.

Shri Shankaracharya-બ્રહ્મચર્યથી સીધો જ સંન્યાસ આશ્રમમાં પ્રવેશ

સામાન્ય રીતે જીવનના ક્રમિક વિકાસ માટે ચારેય આશ્રમમાં ક્રમિક આવવું ખૂબ જ અગત્યનું હોય છે, પરંતુ શંકરાચાર્યજી સીધા જ સંન્યાસ આશ્રમમાં ખૂબ જ નાની ઉંમરે પ્રવેશ્યા. સંન્યાસી બન્યા બાદ ભારતનાં ઘણાં રાજ્યોમાં પદયાત્રા કરી.

એક સમયે દક્ષિણ ભારતની વિજયયાત્રા વખતે તેમને પોતાની માતાની યાદ આવી ગઈ. તરત જ Shri Shankaracharya પોતાના વતન કાલદી આવી પહોંચ્યા. એ સમયે માતા સુભદ્રા ખૂબ જ સ્વસ્થ અને નિરોગી હતાં. પ્રસન્ન પણ હતાં. માતાએ કહ્યું: `હે પુત્ર! મારો અંતકાળ આવી ગયો છે. તું મને ઉપદેશ આપ.’ પુત્ર શંકરાચાર્યએ માતાની ઇચ્છા મુજબ નિગુર્ણ નિરાકાર બ્રહ્મનો ઉપદેશ આપ્યો અને ગોવિંદાષ્ટક સ્તોત્ર ગાયું. માતા આ સ્તોત્ર ગાતાં ગાતાં શ્રીકૃષ્ણમાં લીન થઈ ગયાં. માતાની ઈચ્છા મુજબ પોતે માતાના અગ્નિસંસ્કાર કર્યાં. સંન્યાસી અગ્નિ સ્પર્શ ન કરે છતાં પણ અગ્નિસંસ્કાર કરી માતૃઋણમાંથી મુક્ત થયા.

ચારેય મઠની સ્થાપના

અદ્વૈત મતાનુસાર ભક્તિમાર્ગ અને સનાતન ધર્મનો પ્રચાર કર્યો. પંચદેવ ઉપાસના પ્રણાલીની સ્થાપના કરી મૂર્તિપૂજાનો પ્રચાર કર્યો. સાથે સાથે પશ્ચિમ દિશામાં દ્વારકામાં શારદામઠ, પૂર્વમાં જગન્નાથપુરીમાં ગોવર્ધન મઠ, દક્ષિણ રામેશ્વરમાં શાંકર મઠ અને ઉત્તર દેવપ્રયાગમાં જ્યોતિષ મઠની સ્થાપના કરી.

આ રીતે સમગ્ર ભારતવર્ષમાં વેદધર્મનાં ગૂઢ રહસ્યો સરળ ભાષામાં સમજાવી વેદ ધર્મને બચાવ્યો. ધર્મની ભાવના દૃઢ કરી.

વિદ્યા માનવજીવનનું ઘરેણું

વિદ્યા માનવનું ગુપ્ત ધન છે. વિદ્યાથી માનવને સુખ, ભોગ, યશ પ્રાપ્ત થાય છે. વિદ્યા એ ગુરુનો પણ ગુરુ છે. આ રીતે લોકોનાં સુખ માટે વિદ્યા ગ્રહણ કરવા સુંદર વ્યવસ્થા પ્રચાર કર્યો. સુંદર પ્રાત:શ્લોકો, સાયંશ્લોકો, સ્તોત્રોની રચના કરી, બ્રહ્મસૂત્ર-ગીતા અને ઉપનિષદ પર ટીકાઓ લખી.

અંતમાં ખૂબ જ અલ્પ આયુએ માત્ર 32 વર્ષની ઉંમરે ઈ.સ. 820માં મહાસમાધિ લઈ નશ્વર દેહનો ત્યાગ કર્યો અને પરમપદ પામ્યા.

આ પણ વાંચો- Lord krishna -ભગવાન શ્રીકૃષ્ણ તુલસીના પાંદડે કેમ તોલાયા?
Whatsapp share
facebook twitter