Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થતાં દેવુસિંહ ચૌહાણનું નડિયાદમાં ભવ્ય સ્વાગત

08:06 PM Mar 06, 2024 | Harsh Bhatt
ભારતીય જનતા પાર્ટીના  ટોચના નેતૃત્વએ ખેડા બેઠક પર  ભારત સરકારના કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને સાંસદ દેવુસિંહ  ચૌહાણને સતત ચોથીવાર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક પછી દેવુસિંહ ચૌહાણ ગઈરાત્રે દિલ્હીથી નડીયાદ આવી પહોંચ્યા હતા. જ્યાં ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં પીપલગ ચોકડી પાસે ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ,નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ સહિત સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને શુભેચ્છકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

સૌએ દેવુસિંહ ચૌહાણને ખેડા બેઠક પર પુનઃ જંગી બહુમતીથી ચૂંટી લાવવા  શુભેચ્છા સહ આહવાન કર્યું હતું. દેવુસિંહ  ચૌહાણે પણ ટોચના નેતાઓ પૈકી વડાપ્રધાન, નરેન્દ્રભાઈ મોદી,કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ,સહિત પ્રદેશ અને જિલ્લા ભાજપના  કાર્યકરો અને સહુ શુભેચ્છકો આભાર માન્યો હતો. આજે સાંજે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડીયાદના જિલ્લા ભાજપ કાર્યલય કમલમમાં દેવુસિંહ ચૌહાણ ભવ્ય અભિવાદન સમારંભ યોજાયો હતો.
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ,ભાજપના રાષ્ટ્રીય  પ્રમુખ જે.પી. નડ્ડાના આશીર્વાદ માટે આભાર માન્યો હતો. સંસદ  સભ્ય એ તો વ્યવસ્થા છે. જે ભાજપ સંઘઠન સહિત સહુ જનતાના સહકાર અને આશીર્વાદથી મને મળ્યું છે.ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશની કાયાપલટ કરવા કટિબદ્ધ છે ત્યારે આપણે સૌએ  તેમાં જોડાવાનું છે.આગામી લોકસભાની ચૂંટણી પર  ખેડા બેઠક પર સાત લાખ કરતા  વધુ મતોની સરસાઈથી કમળ ખીલશે અને તે માટે ખેડા જિલ્લા ભાજપના હોદ્દેદારો,કાર્યકરો અને સહુ સમર્થકો કટીબદ્ધ  બનશે એવો દ્રઢ આશાવાદ વ્યક્ત કર્યો હતો.આ અભિવાદન સમારંભમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ,ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જાહનવીબેન વ્યાસ,ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અપૂર્વભાઈ પટેલ સહિત અનેક હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ – કિશન રાઠોડ