+

રાણપુર તાલુકાનું દેવગણા ગામ પીવાના પાણી માટે મારી રહ્યું છે વલખા

અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ   રાણપુર તાલુકા નું દેવગણા ગામ પીવાના પાણી માટે વલખા મારી રહ્યું છે. ગ્રામજનોને 1 કિલોમીટર દૂર સંપમાં પાણી ભરવા જવુ પડે છે .સંપમાં પાણી હોય તો…

અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ  

રાણપુર તાલુકા નું દેવગણા ગામ પીવાના પાણી માટે વલખા મારી રહ્યું છે. ગ્રામજનોને 1 કિલોમીટર દૂર સંપમાં પાણી ભરવા જવુ પડે છે .સંપમાં પાણી હોય તો ઠીક નહિતર 5 કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે.સરપંચ દ્વારા વાસમો પ્રોજેકટ અંતર્ગત રજુઆત કરાઇ છે, પણ અધિકારી માત્ર વાયદો કરતા હોવાનો સરપંચનો આક્ષેપ છે.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલ દેવગણા ગામમાં આશરે 1500 થી 1700ની વસ્તી છે.. આ ગામ માં આઝાદી ના 75 વર્ષ બાદ પણ કોઈ પીવા ના પાણી ની વ્યવસ્થા નથી .દેવગણા ગામ લોકો ને ગામ થી 1 કિલોમીટર ના અંતરે આવેલ પાણી ન સંપ ખાતે આવી અને પાણી ભરવું પડે છે ગામ માં ઓવરહેડ ટાકી પણ બનાવવા માં આવેલ છે પણ તે શોભા ના ગાંઠિયા સમાન ઉભી છે. ઘરે ઘરે પાણી ની લાઈન ની કોઈ વ્યવસ્થા ન હોવા ના કારણે ગામ ના લોકો રાહ જુવે છે કે ઘરે ઘરે નળ ની આવશે અને પાણી ઘર સુધી ક્યારે મળશે.

 

દેવગણા ગામ ની મહિલા ઓ જણાવે છે કે વર્ષો થી આ સમસ્યા છે અને આજ રીતે સંપે આવી અને પીવા નું પાણી ભરવું પડે છે.ચૂંટણી સમયે નેતા ઓ આવે છે અને વાયદા અને વચનો કરે છે પણ વર્ષો જૂની પીવા ના પાણી ની આ સમસ્યા નું નિરાકરણ આવે તેના માટે કોઈ પ્રયત્ન કરતું નથી.જેને લઈ મહિલા ઓમાં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે બાળકો સહિત મહિલા હાલ તો ગામ ના સંપ ખાતે આવી પાણી ભરવા મજબુર છે અને તેવો જણાવે છેકે અહીં જો સંપમાં પાણી ન હોય તો નજીકના ગામ સુંદરિયાણા સુધી આશરે 5 કિલોમીટર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે.

 

ગામ ની મહિલા ઓ આશા રાખી બેઠી છેકે તેમના ગામમાં પણ ઘરે ઘરે નળની લાઈન આવશે અને સંપે પાણી ભરવા આવવાની આ મુશ્કેલીમાંથી રાહત મળશે. રાણપુર તાલુકાના દેવગણા ગામના સરપંચને આ સમસ્યાને લઈ પૂછતાં તેમણે જણાવેલ કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ અહીં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ નથી સરપંચ તરીકે વાસમો પ્રોજેકટ અંતર્ગત 1 વર્ષ પહેલા રજુઆત કરેલ છે પણ માત્ર થઈ જશે તેવા વાયદા મળે છે પણ કોઈ સંતોષ કારક જવાબ મળતો નથી.

Whatsapp share
facebook twitter