+

શાનદાર પ્રદર્શન છતાં ખરાબ થઈ જશે આ 3 ખેલાડીઓ કરિયર!ટીમ ઈન્ડિયા નહીં મળે જગ્યા

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતે 3 વનડે મેચની સિરીઝ રમવાની છે. આ માટે ટીમની જાહેરાત થઈ ગઈ છે પરંતુ ઘણા ખેલાડી જે BCCI પાસે આશા રાખીને બેઠા છે તેની આશા પર પાણી ફરી વળ્યું છે. સતત સારા પ્રદર્શન બાદ પણ બીસીસીઆઈએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝમાં ક્યા ખેલાડીઓને તક આપી નથી અને અમે ક્યા ખેલાડીઓની વાત કરી રહ્યાં છીએ આવો જણાવીએ.શિખર ધવનએક સમયે ભારતીય ટીમના કાયમી ઓàª
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતે 3 વનડે મેચની સિરીઝ રમવાની છે. આ માટે ટીમની જાહેરાત થઈ ગઈ છે પરંતુ ઘણા ખેલાડી જે BCCI પાસે આશા રાખીને બેઠા છે તેની આશા પર પાણી ફરી વળ્યું છે. સતત સારા પ્રદર્શન બાદ પણ બીસીસીઆઈએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝમાં ક્યા ખેલાડીઓને તક આપી નથી અને અમે ક્યા ખેલાડીઓની વાત કરી રહ્યાં છીએ આવો જણાવીએ.
શિખર ધવન
એક સમયે ભારતીય ટીમના કાયમી ઓપનર તરીકે રમી ચૂકેલા શિખર ધવનને હજુ પણ ટીમમાં તક આપવામાં આવી રહી નથી. શિખર ધવને છેલ્લી ટેસ્ટ પાંચ વર્ષ પહેલા રમી હતી. જ્યારે વનડેમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓને બદલે તેને ટીમમાં તક મળી હતી. શિખર ધવને ભારત તરફથી રમતા ત્રણેય ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. ધવને 34 ટેસ્ટમાં 2315 રન, 167 વનડેમાં 6793 રન અને 68 ટી20માં 1759 રન બનાવ્યા છે પરંતુ BCCI તેના પ્રદર્શનને નજરઅંદાજ કરી રહ્યું છે.
સંજુ સેમસન
ભારતીય ક્રિકેટ સિલેક્શન સમયે સૌથી વધુ જે ખેલાડી સામે આવે છે તેનું નામ સંજુ સેમસન છે. સેમસન ફર્સ્ટ ક્લાસના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક રહ્યો છે, પરંતુ સેમસનની જગ્યાએ ટીમમાં અન્ય ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે. સંજુ સેમસને ભારત માટે 11 વનડે રમી છે જેમાં તેણે 330 રન બનાવ્યા છે. તેને 17 T20 મેચમાં રમવાની તક મળી જેમાં તેણે 301 રન બનાવ્યા.
કુલદીપ યાદવ
કુલદીપ યાદવ એવા બોલરોમાંથી એક છે જેમણે જ્યારે પણ ટીમમાં તક મળી છે ત્યારે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આમ છતાં તેને ટીમમાં તકો મળતી નથી. તાજેતરમાં, તેણે બાંગ્લાદેશ સામે શાનદાર બોલિંગ કરી હતી, ત્યારબાદ પણ તેને ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમમાં સ્થાન મળ્યું નથી. કુલદીપ યાદવે 8 ટેસ્ટમાં 34 વિકેટ, 78 વનડેમાં 130 વિકેટ અને 28 ટી20માં 46 વિકેટ ઝડપી છે.  
વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી. મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter