+

Viramgam : વર્ષોથી આપેલા પ્લોટ પર ન.પા.ની ડિમોલિશનની કાર્યવાહી, વિવાદ HC પહોંચ્યો

વિરમગામમાં (Viramgam) ડિમોલિશનનો (demolition) વિવાદ હાઈર્કોટમાં પહોંચ્યો છે. વિરમગામ નગરપાલિકા દ્વારા ડિમોલિશનની કાર્યવાહી સામે અરજદારે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. 50 વર્ષથી વધુના ઠરાવ કરી આપવામાં આવેલા પ્લોટ પર છેલ્લા…

વિરમગામમાં (Viramgam) ડિમોલિશનનો (demolition) વિવાદ હાઈર્કોટમાં પહોંચ્યો છે. વિરમગામ નગરપાલિકા દ્વારા ડિમોલિશનની કાર્યવાહી સામે અરજદારે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. 50 વર્ષથી વધુના ઠરાવ કરી આપવામાં આવેલા પ્લોટ પર છેલ્લા ઘણા વર્ષોથી લોકો દુકાનો બાંધીને ગુજરાન ચલાવતા છે. અગાઉ વિવાદ સર્જાતા સુપ્રીમ કોર્ટે (Supreme Court) વૈકલ્પિક વ્યવસ્થા અથવા વળતર આપવાનો હુકમ કર્યો હતો. પરંતુ, તેમ છતાં નગરપાલિકા દ્વારા ડિમોલિશનની (demolition) કાર્યવાહી કરાતા અરજદારોએ હાઈકોર્ટમાં (Gujarat High Court) અરજી કરી છે. હાઇકોર્ટે સમગ્ર કેસ પર સ્ટે આપ્યો છે અને વધુ સુનાવણી 21 માર્ચના રોજ હાથ ધરાશે.

વિરમગામમાં (Viramgam) વર્ષ 1956 થી 2007 સુધી ઠરાવ કરી અનેક લોકોને પ્લોટ આપવામાં આવ્યા હતા. વર્ષોથી આપવામાં આવેલા આ પ્લોટ પર લોકો દુકાનો બાંધીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આરોપ મુજબ, અગાઉ 2011માં આ પ્લોટનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા સર્વોચ્ચ કોર્ટે વિરમગામ નગરપાલિકાને (Viramgam Municipality) પૂછ્યું હતું કે પ્લોટ કેવી રીતે આપ્યા હતા ? જે તે સમયે સુપ્રીમ કોર્ટે (Supreme Court) નિર્દેશ આપ્યો હતો કે રાજ્ય સરકાર અને નગરપાલિકા સર્વગ્રાહી નીતિ બનાવે. સાથે જ હુકમ પણ કર્યો હતો કે સમગ્ર કેસમાં મિલકત ધારકોને વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો વળતર આપવામાં આવે. પરંતુ, તેમ છતાં નગરપાલિકાએ સુપ્રીમ કોર્ટના આદેશનું અનાદર કરીને ડિમોલિશનની કામગીરી કરી હતી.

વધુ સુનાવણી 21 માર્ચના રોજ હાથ ધરાશે

આ મામલે અરજદારોએ હાઈકોર્ટના (Gujarat High Court) દ્વાર ખખડાવ્યા છે. પરંતુ, ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થાય તે પહેલા નગરપાલિકાએ ડિમોલેશનની (demolition) કામગીરી શરૂ કરી હતી. ડિમોલિશન શરૂ કરાતા અરજદારના વકીલ હાઇકોર્ટમાં તત્કાલ સુનાવણી માટે માગ કરી હતી. હાઈકોર્ટે સમગ્ર કેસ પર સ્ટે મૂક્યો છે અને આ કેસની વધુ સુનાવણી 21 માર્ચના રોજ હાથ ધરાશે.

 

આ પણ વાંચો – Patan Lok Sabha—ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

આ પણ વાંચો – VADODARA : SSG હોસ્પિટલમાં માનવ સ્ટ્રેચરનો જ ભરોસો

આ પણ વાંચો – Gondal : લૂંટેરી દુલ્હન કૌભાંડમાં વધુ એક ગુનો નોંધાયો

Whatsapp share
facebook twitter