+

કર્ણાટકમાં ક્લાસમાં હિજાબ પહેરતા 23 વિદ્યાર્થિનીઓ શાળામાંથી સસ્પેન્ડ

કર્ણાટકમાં હિજાબને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરના કિસ્સામાં, એક કોલેજે અહીં ભણતી 23 વિદ્યાર્થીનીઓને સસ્પેન્ડ કરી છે. કર્ણાટકની ઉપિનંગડી સરકારી ફર્સ્ટ ગ્રેડ કોલેજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોલેજ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, આ વિદ્યાર્થીનીઓએ ગયા અઠવાડિયે ક્લાસની અંદર હિજાબ પહેરવાની માંગ સાથે વિરોધ કર્યો હતો. જેના કારણે તેમને સસ્પેન્ડ કરવાનો
કર્ણાટકમાં હિજાબને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરના કિસ્સામાં, એક કોલેજે અહીં ભણતી 23 વિદ્યાર્થીનીઓને સસ્પેન્ડ કરી છે. કર્ણાટકની ઉપિનંગડી સરકારી ફર્સ્ટ ગ્રેડ કોલેજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોલેજ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, આ વિદ્યાર્થીનીઓએ ગયા અઠવાડિયે ક્લાસની અંદર હિજાબ પહેરવાની માંગ સાથે વિરોધ કર્યો હતો. જેના કારણે તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હિજાબ પહેરીને કોલેજ પહોંચી
પુત્તુરના બીજેપી ધારાસભ્ય અને કોલેજ ડેવલપમેન્ટ કમિટીના પ્રમુખ સંજીવ માતંદુરે મંગળવારે કહ્યું કે વિદ્યાર્થિનીઓએ વિરોધ કર્યો. જેથી સોમવારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને દક્ષિણ કન્નડ જિલ્લાના પુત્તુર તાલુકાની કોલેજમાં આવી હતી. તેઓએ વર્ગમાં હિજાબ પહેરવાની પરવાનગીની માંગ સાથે વિરોધ કર્યો હતો. સીડીસીએ સોમવારે યોજાયેલી બેઠકમાં આ વિદ્યાર્થીનીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.
સાત વિદ્યાર્થીનીઓને પહેલા જ સસ્પેન્ડ કરવામાં આવી છે
અગાઉ, સમિતિએ હિજાબ પહેરીને કોલેજ આવવા બદલ સાત વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કર્ણાટક હાઈકોર્ટે આ વર્ષે માર્ચમાં ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે હિજાબ એ ઇસ્લામનો ફરજિયાત ધાર્મિક ભાગ નથી. આમ છતાં આ છોકરીઓ ક્લાસરૂમમાં હિજાબ પહેરવા દેવાનો આગ્રહ કરી રહી છે. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં ઘણા સમયથી હિજાબને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે વિવિધ સ્થળોએ દેખાવો પણ થયા છે.
Whatsapp share
facebook twitter