Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CAA ના અમલ બાદ દિલ્હી પોલીસ એલર્ટ, સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ

07:40 PM Mar 11, 2024 | VIMAL PRAJAPATI

CAA, Delhi Police : ભારત સરકાર નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019 ના નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ થતાની સાથે દેશભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. નાગરિકતા સંશોધન કાયદો (CAA) આજથી અમલમાં આવ્યા બાદ દેશની રાજધાની દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસના રિઝર્વ ફોર્સે શહેરના તમામ મુસ્લિમ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ફ્લેગ માર્ચ યોજી હતી. આ પદયાત્રાનો હેતુ એ સંદેશ આપવાનો છે કે કોઈપણ અપ્રિય ઘટનાને બક્ષવામાં આવશે નહીં.

CAAના અમલ બાદ દિલ્હી પોલીસ એલર્ટ

દિલ્હી પોલીસે ફ્લેગ માર્ચ દરમિયાન કહ્યું કે, મુશ્કેલી ઊભી કરનાર સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. વર્ષ 2019માં નાગરિકતા સંશોધન કાયદો પસાર થયા બાદ મુસ્લિમોએ તેનો વિરોધ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં મોટા પાયે રમખાણો થયા હતા. જેને લઈને અત્યારે દિલ્હીમાં સરકાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સરકારે દિલ્હી પોલીસને સુરક્ષાને લઈને ખાસ સૂચનાઓ આપી છે. દિલ્હી પોલીસની સાયબર સેલ અત્યારે CAA લાગુ થયાને લઈને ખુબ જ એલર્ટ થઈ ગઈ છે.

પોલીસની સોશિયલ મીડિયા પર ચાંપતી નજર

ઉલ્લેખનીય છે કે, સુરક્ષા એજન્સીઓ અત્યારે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર નજર રાખી રહીં છે. CAAના અમલને ધ્યાનમાં રાખીને, અસામાજિક તત્વોએ સોશિયલ મીડિયા દ્વારા ભારત વિરોધી પ્રચાર ન કરે, ખોટી અને ભ્રામક પોસ્ટ્સ શેર ના કરે, તેને લઈને દિલ્હી NCR સહિત સમગ્ર દેશની ગુપ્તચર શાખાઓ સતર્ક અને તૈયાર છે. સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારની ખોટી અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે, એજન્સીઓ શંકાસ્પદ લોકો પર ચાંપતી નજર રાખી રહી છે.

કેટલાટ લોકો CAA ને લઈને ખોટા ભ્રમ ફેલાવે છે

તમને જણાવી દઈએ કે, દેશમાં કેટલા લોકો એવા પણ છે, જેઓ એવો ભ્રમ ફેલાવી રહ્યાં છે કે, આ કાયદો લાગુ થવાથી કોઈ સમુદાયની નાગરિકતા ખેચી લેવામાં આવશે પરંતુ તે સત્ય હકીકત નથી. આ કાયદો ભારતના ત્રણ પાડોશી દેશો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા લઘુમતી લોકો સાથે સંબંધિત છે. આ ત્રણ મુસ્લિમ દેશો છે. ત્યારે CAA કાયદા હેઠળ અહીં રહેતા બિન-મુસ્લિમોને ભારતીય નાગરિકતા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. CAAના અમલ પછી, વર્ષ 2019-20માં પૂર્વ દિલ્હીમાં CAA વિરુદ્ધ મોટા પાયે રમખાણો થયા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેથી અત્યારે પોલીસ દ્વારા સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભારતમાં CAA ના નિયમો લાગું, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન
આ પણ વાંચો: તમે જાણો છો શું છે CAA ? આ રહી સંપૂર્ણ વિગતો
આ પણ વાંચો: Agni-5 missile નું પરીક્ષણ સફળ, PM મોદીએ જાહેરાત કરી વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા