+

Delhi Police: રસ્તા વચ્ચે કાર ઊભી રાખી બનાવી રીલ્સ, પોલીસે ફટકાર્યો 36 હજારનો દંડ

Delhi Police: દેશભરમાં અત્યારે સોશિયલ મીડિયા યુવાઓ પર ભારે હાવી થઈ ગયું છે. યુવાઓ અત્યારે રીલ્સ બનાવવા માટે કાનૂન પણ તોડી રહ્યાં છે. દિલ્હીમાં પણ આવી જ એક ઘટના બની…

Delhi Police: દેશભરમાં અત્યારે સોશિયલ મીડિયા યુવાઓ પર ભારે હાવી થઈ ગયું છે. યુવાઓ અત્યારે રીલ્સ બનાવવા માટે કાનૂન પણ તોડી રહ્યાં છે. દિલ્હીમાં પણ આવી જ એક ઘટના બની છે. દિલ્હી પોલીસે એક વ્યક્તિ પર 36,000 નો દંડ ફટકાર્યો છે. મળતી વિગતો પ્રમાણે એક શખ્સે રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખીને ઈન્સ્ટાગ્રામમાં રિલ્સ બનાવી રહ્યો હતો. આરોપીની ઓળખ પ્રદીપ ઢાકા તરીકે થઈ હતી. પોલીસ પર હુમલો કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વાહન પણ જપ્ત કર્યું હતું અને પ્રદીપ ઢાકા વિરુદ્ધ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસે પ્રદીપ સામે કાર્યવાહી હાથ ધરી

ઉલ્લેખનીય છે કે, પ્રદીપ ઢાકાએ કથિત રીતે ભીડના સમયે દિલ્હીના પશ્ચિમ વિહારમાં ફ્લાયઓવર પર પોતાની કારને રોકતાનો વીડિયો અપલોડ કર્યો હતો. તે દરવાજો ખુલ્લો રાખીને કાર ચલાવતો પણ જોવા મળ્યો હતો. વધુ વિગતે વાત કરવામાં આવે તો પ્રદીપ ઢાકાએ પોલીસ બેરિકેડ્સને આગ લગાડી અને ફૂટેજ ઓનલાઈન અપલોડ કર્યા. દિલ્હી પોલીસે તેની X પ્રોફાઇલ પર પ્રદીપ ઢાકા સામે લેવાયેલી કાર્યવાહીની માહિતી આપતો વીડિયો પોસ્ટ કર્યો અને તે પણ બતાવ્યું કે કેવી રીતે તેની કાર જપ્ત કરવામાં આવી અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો.

ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ધરપકડ

પોલીસે આ મામલે માહિતી આપતા કહ્યું કે, પોલીસ પણ હુમલો કરવાના ગુનામાં ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પ્રદીપ ઢાકાએ તેના સોશિયલ મીડિયા સ્ટંટ માટે જે કારનો ઉપયોગ કર્યો હતો તે તેની માતાના નામે રજીસ્ટર્ડ હતી. પોલીસને વાહનમાંથી કેટલાક નકલી પ્લાસ્ટિક હથિયારો પણ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અત્યારે લોકો સોશિયલ મીડિયા પાછળ ખુબ જ ઘેલા થઈ ગયા છે.

આ પણ વાંચો: BJP Eighth Candidate List 2024: BJP ની 8મી યાદીમાં સની દેઓલ ટિકિટ કપાઈ, કુલ 11 બેઠક પર નામ જાહેર

આ પણ વાંચો: Mukhtar Ansari Crimated: મુખ્તાર અંસારીની અંતિમ યાત્રામાં તેના મોટા ભાઈ અને ગાઝીપુરના ડીએમ વચ્ચે ઘર્ષણ

આ પણ વાંચો: Mukhtar Ansari: માફિયા મુખ્તાર અંસારી કબ્રસ્તાનમાં થયો દફન, મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી

Whatsapp share
facebook twitter