+

જહાંગીરપુરી હિંસા મામલે ગૃહ મંત્રાલયે કરી મોટી કાર્યવાહી, 5 આરોપીઓ પર NSA લાગુ

દિલ્હીના જહાંગીરપુરી હિંસા કેસમાં ગૃહ મંત્રાલય દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 5 આરોપીઓ પર કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવ્યો છે. પોલીસે હિંસાના આરોપી ગુલામ રસૂલ ઉર્ફે ગુલીપની ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તેણે સોનુ શેખને હથિયાર સપ્લાય કર્યા હતા. જ્યારે સોનુ શેખ પોલીસ કર્મચારીઓ પર ગોળીબાર કરવાના આરોપમાં પકડાયો હતો. દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિàª

દિલ્હીના જહાંગીરપુરી હિંસા
કેસમાં
ગૃહ
મંત્રાલય દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
5 આરોપીઓ પર કડક રાષ્ટ્રીય
સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવ્યો છે. પોલીસે હિંસાના આરોપી ગુલામ રસૂલ ઉર્ફે
ગુલીપની ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તેણે સોનુ શેખને હથિયાર સપ્લાય કર્યા
હતા. જ્યારે
સોનુ શેખ પોલીસ કર્મચારીઓ પર ગોળીબાર કરવાના
આરોપમાં પકડાયો હતો. દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના અવસર પર થયેલી
હિંસાના મામલામાં દિલ્હી પોલીસની તપાસમાં સ્થાનિક ઈનપુટથી ઘણી માહિતી મળી હતી અને
આ કેસમાં વીડિયો ફૂટેજ સાથે મેચ કરીને આરોપીઓને પકડવામાં આવ્યા હતા.

Jahangirpuri violence: National Security Act imposed against 5 culprits

Read @ANI Story | https://t.co/jmYGZbD0eE#Jahangirpuri #Delhi #DelhiPolice #DelhiViolence pic.twitter.com/wciiJuCXMe

— ANI Digital (@ani_digital) April 19, 2022 ” title=”” target=””>javascript:nicTemp();

જહાંગીરપુરીમાં હિંસા પર
કડક વલણ અપનાવતા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે દિલ્હી
પોલીસ અધિકારીઓને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને એક ઉદાહરણ બેસાડવાનો
નિર્દેશ આપ્યો જેથી કરીને આવી ઘટનાઓ ફરીથી ન બને. ત્યારથી તપાસમાં ઝડપ આવી અને
પોલીસે બે કિશોરો સહિત કુલ
26 લોકોની ધરપકડ કરી. કેટલાક આરોપીઓના પોલીસ રિમાન્ડ
મેળવ્યા છે.
જેમની પૂછપરછ ચાલી રહી છે. સોનુ શેખ, અંસાર અને અસલમ સહિત અન્ય આરોપીઓ સામે કડક કાર્યવાહી થઈ શકે છે.


દિલ્હી પોલીસ કમિશનર રાકેશ
અસ્થાનાએ સોમવારે કહ્યું હતું કે હિંસા કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી
છે અને આ માટે
14 ટીમો બનાવવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર હિંસા પાછળ કોણ હતા તેની ઓળખ કરવા માટે તેઓ 200 થી વધુ વીડિયોની તપાસ કરી રહ્યા છે. પરિસ્થિતિને જોતા 500થી વધુ પોલીસકર્મીઓ અને વધારાના દળોની છ કંપનીઓ ચોવીસ કલાક આ વિસ્તારમાં
તૈનાત છે. અધિકારીએ જણાવ્યું હતું કે કુલ
80 ટીયર ગેસ ટીમો અને વોટર
કેનન ટીમો તૈનાત કરવામાં આવી હતી.


પોલીસે જણાવ્યું કે આરોપીઓ
અંગે સંપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આમાંથી કેટલાકના અગાઉના રેકોર્ડ પણ
મળી આવ્યા છે. તમામ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે અને ઘણા લોકોની પૂછપરછ
કરવામાં આવી છે. હિંસા દરમિયાન વીડિયો દ્વારા આરોપીઓ સુધી પહોંચવામાં આવ્યા હતા
અને હવે તેમની પૂછપરછ કરીને આ ઘટનાના અન્ય આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે.
સુરક્ષાના સંદર્ભમાં આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે અને ઘણી જગ્યાએ પોલીસ
ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

Whatsapp share
facebook twitter