Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Delhi HC Decision: દિલ્હી હાઈકોર્ટના આદેશને મળ્યું SC નું સમર્થન

10:38 PM Jan 09, 2024 | Aviraj Bagda

Delhi HC Decision: Supreme Court એ દિલ્હી હાઈકોર્ટના આદેશને સમર્થન આપ્યું છે. તેના અંતર્ગત આદેશ આપવામાં આવ્યો છે કે, કેદીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમના પરિવારના સભ્યો, મિત્રો અને કાનૂની સલાહકારો દ્વારા કેદીઓની મુલાકાતની સંખ્યાને અઠવાડિયામાં બે વાર મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વળી, તેને ‘સંપૂર્ણપણે મનસ્વી’ કહી શકાય નહીં.

જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે કહ્યું કે તે હાઈકોર્ટના આદેશને (Delhi HC Decision) પડકારી શકે નહીં. કારણ કે તે એક નીતિગત નિર્ણય છે. હાઈકોર્ટે ગત વર્ષે 16 મી ફેબ્રુઆરીના પોતાના આદેશમાં કહ્યું હતું કે જેલોમાં ઉપલબ્ધ સુવિધાઓ, સ્ટાફની ઉપલબ્ધતા અને અંડરટ્રાયલ કેદીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Delhi HC Decision

નિયમોમાં સુધારાની માંગ

દિલ્હી જેલ નિયમો હેઠળ 2018 ની કેટલીક જોગવાઈઓને પડકારતી અરજીનો નિકાલ કરતી વખતે હાઈકોર્ટએ નિર્ણય કર્યો હતો. વકીલ જય અનંત દેહદરાય દ્વારા કરાયેલી અરજીમાં નિયમોમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી હતી, જેથી કરીને કાનૂની સલાહકારો સાથેની મીટિંગો સોમવારથી શુક્રવાર સુધી વાજબી ફાળવેલ સમયમાં ખુલ્લી રહે અને દર અઠવાડિયે મીટિંગ્સની કોઈ મર્યાદા ન હોય.

અઠવાડિયામાં બે વાર મળવાનો નિર્ણય

દિલ્હી જેલમાં કાયદાકીય પરિવારજનો કે સલાહકારોને ગુનેગાર સાથે અઠવાડિયામાં બે કરતા વધુ વખત મળવાની વિનંતી કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે કેદીઓની સંખ્યાના આધારે, સરકારે પરિવારના સભ્યો, સંબંધીઓ, મિત્રો અને કાયદાકીય સલાહકારોની મુલાકાતની કુલ સંખ્યાને અઠવાડિયામાં બે વાર મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે તેના જવાબમાં કહ્યું હતું કે દિલ્હીની 16 જેલોમાં 10,026 ની મંજૂર ક્ષમતા સામે 18,000 થી વધુ કેદીઓ છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે અહીંની જેલોમાં કેદીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને પરિવારના સભ્યો, સંબંધીઓ, મિત્રો અને કાયદાકીય સલાહકારોની મુલાકાતની સંખ્યા મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  Smriti Irani એ સાઉદીમાં ઈતિહાસ રચ્યો, પહેલીવાર કોઈ બિન-મુસ્લિમ નેતા મદીના પહોંચ્યા…