+

Delhi: ભાઈ બન્યો બહેનનો હત્યારો, પૂછપરછમાં સામે આવ્યું ચોંકાવનારૂ કારણ

Delhi Murder Case: દિલ્હીમાં એક ચોંકાવની ઘટના બની છે. જેમાં મંગળવારે એક યુવકે અવૈધ સંબંધની શંકાએ પિતા સાથે મળીને પોતાની બહેન અને કાકાની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં…

Delhi Murder Case: દિલ્હીમાં એક ચોંકાવની ઘટના બની છે. જેમાં મંગળવારે એક યુવકે અવૈધ સંબંધની શંકાએ પિતા સાથે મળીને પોતાની બહેન અને કાકાની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં પરંતુ આરોપીએ જાતે જ પોલીસને ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેની ધરપકડ કરી. આરોપી પિતા-પુત્રની ઓળખ 20 વર્ષીય કુદુશ અને 46 વર્ષીય મોહમ્મદ શાહિદ તરીકે થઈ છે. ભજનપુરા પોલીસે ગુનામાં વપરાયેલ છરીને પણ કબજે કરી છે.

પોલીસને તપાસ દરમિયાન મળ્યા બન્નેના મૃતદેહ

આ મામલે વિગતો આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 35 વર્ષીય દાનિશ તેના પરિવાર સાથે કૈલાશ નગર વિસ્તારમાં રહેતો હતો અને ફળ વેચવાનું કામ કરતો હતો. તેમનો પરિવાર મૂળ યુપીના બુલંદશહેરના અપર કોટનો હતો. 22 વર્ષની શાયના તેના પરિવાર સાથે ઘોંડામાં ભાડાના મકાનમાં રહેતી હતી. તેના માતા-પિતા સિવાય શયનાના પરિવારમાં સાત ભાઈ-બહેન છે. પોલીસના જણાવ્યાનુસાર 16 એપ્રિલે સાંજે લગભગ 4 વાગ્યે એક ફોન આવ્યો. ફોન કરનારે જણાવ્યું કે તેણે તેના કાકા અને બહેનની હત્યા કરી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્યાં શાયના અને દાનિશના મૃતદેહ પડેલા મળ્યા.

જાતે જ પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી

મળતી વિગતો પ્રમાણે યુવતીના હાથ પગ બાંધવામાં આવેલા હતા.કુદુશ અને શાહિદે ફળો કાપવાના ચાકુથી દાનિશનું ગળુ કાપીને હત્યા કરી નાખી હતી. આ દરમિયાન જ્યારે શાઈના તેને બચાવવા આવી તો આરોપીએ ચુન્ની અને લુંગીની મદદથી તેના હાથ-પગ બાંધી દીધા. જ્યારે શાઈના અવાજ કરવા લાગી તો આરોપીએ તેનું પણ ગળું કાપી નાખ્યું. આ પછી પિતા-પુત્રએ પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી.

શાહિદે જણાવ્યું કે દાનિશ તેનો પિતરાઈ ભાઈ હતો

પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં મોહમ્મદ શાહિદે જણાવ્યું કે, મોહમ્મદ શાહિદે જણાવ્યું કે દાનિશ તેનો પિતરાઈ ભાઈ હતો. તેનો પરિવાર કૈલાશ નગર વિસ્તારમાં રહે છે, પરંતુ તે તેમના ઘરે અવારનવાર આવતો હતો. તેણે જણાવ્યું કે દાનિશ મંગળવારે પણ તેના ઘરે આવ્યો હતો. તે શાયનાને મળવા ગયો. તે જ સમયે પુત્ર કુદુષ ઘરે આવ્યો. કુદુશે બંનેને એકસાથે જોયા અને દાનિશના ઘરે આવવાનો વિરોધ કરવા લાગ્યો. આ અંગે બંને વચ્ચે દલીલો થઈ હતી.

આ પણ વાંચો: કોંગ્રેસ, આપ, TDP અને સમ્રાટ ચૌધરી… પોસ્ટ દૂર કરવા ‘X’ને Election Commissionનો આદેશ

આ પણ વાંચો: Randeep Surjewala પર EC ની મોટી કાર્યવાહી, નહીં કરી શકે આ કામ…

Whatsapp share
facebook twitter