Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Delhi : રાજધાનીમાં પિતાએ પોતાની 4 દીકરીઓને ઝેર પીવડાવી મોતને કર્યું વ્હાલું

09:25 AM Sep 28, 2024 |

Delhi News : દિલ્હીના રંગપુરી વિસ્તાર (Rangpuri area of ​​Delhi) થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક શખ્સે તેની 4 દીકરીઓ સાથે ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા (Suicide) કરી લીધી છે. ચોંકાવનારી ઘટના શુક્રવારની છે જેમા પોલીસે ફ્લેટનું તાળું તોડી 5 લાશો (5 dead bodies) ને બહાર કાઢી હતી. સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, શખ્સની ચારેય દીકરીઓ ચાલવામાં અશક્ત હતી, જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું. DCP રોહિત મીણાના જણાવ્યા અનુસાર, વસંત કુંજ દક્ષિણ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે.

પરિસ્થિતિથી મજબૂર પિતા

50 વર્ષના હીરાલાલ રંગપુરી ગામમાં એક ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. તેમની પત્નીનું અવસાન થઈ ગયું હતું, અને હવે તેમના ઉપર ચાર દીકરીઓની જવાબદારી હતી. પરિવારમાં 18 વર્ષની નીતુ, 15 વર્ષની નિશી, 10 વર્ષની નીરુ અને 8 વર્ષની નિધિ હતી. હીરા લાલની ચારેય દીકરીઓ વિકલાંગ હતી અને ચાલવામાં અસમર્થ હતી. આ તમામની જવાબદારી હીરાલાલાના ઉપર હતી. તેઓ વસંત કુંજ સ્થિત સ્પાઇનલ ઇન્જરી હોસ્પિટલમાં સુથાર તરીકે કામ કરતા હતા, પરંતુ પરિવારની આવી સ્થિતિએ તેમને મજબૂર કરી દીધા હતા કે તેઓ પોતાના કાર્ય સાથે સાથે ઘરના બાકી કામોની પણ સંભાળ રાખે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે શુક્રવારે હીરાલાલના ફ્લેટમાંથી દુર્ગંધ આવવા લાગી. પડોશીઓએ પોલીસને ફોન કરીને દુર્ગંધ અંગે જાણ કરી હતી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો નજીકના લોકોએ જણાવ્યું કે પરિવાર ઘણા દિવસોથી જોવા મળ્યો નથી. જેના પર પોલીસે મકાનમાલિક અને અન્ય લોકોએ દરવાજો તોડી નાખ્યો હતો. જ્યારે પોલીસ અંદર ગઈ ત્યારે તેમને એક રૂમમાં પલંગ પર હીરાલાલનો મૃતદેહ મળ્યો, જ્યારે ચારેય પુત્રીઓના મૃતદેહ બીજા રૂમમાં જોવા મળ્યા હતા.

પત્નીના મોતથી હીરાલાલા અંદરથી ભાંગી પડ્યા હતા

કહેવાય છે કે, જીવનસાથી વિના જીવવું એક સમય પછી શક્ય નથી. કઇંક આવું જ હીરાલાલ સાથે થયું. તેમની પત્ની સુનીતા કેન્સરથી પીડિત હતી. તેમની પત્નીની તેમણે ઘણી સારવાર કરી પણ તેઓ તેમને બચાવી શક્યા નહીં. ઉપરથી 4 વિકલાંગ દીકરીઓની જવાબદારીએ તેમને અંદરથી ખોખલો બનાવી દીધો હતો. એક તરફ ઘર ચલાવવાની જવાબદારી અને બીજી તરફ 4 અપંગ દીકરીઓની જવાબદારીએ તેમને આત્મહત્યા કરવાનો માર્ગ બતાવ્યો. જોકે, આવી કોઇ સુસાઈડ નોટ પોલીસને મળી નથી. પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર, તેઓની મોતનું કારણ દીકરીઓની વિકલાંગતા જ હતી. ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવા FSL ની ટીમને બોલાવવામાં આવી હતી. તપાસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસને એવા પુરાવા પણ મળ્યા છે કે, પરિવારે સલ્ફાનું સેવન કરીને આત્મહત્યા કરી છે. પોલીસે આ ઘટના અંગે દિલ્હીમાં રહેતા હીરાલાલના મોટા ભાઈ જોગીન્દરને જાણ કરી હતી.

આ પણ વાંચો:  Delhi માં કારના શોરૂમમાં અંધાધૂંધ ગોળીબાર, ચિઠ્ઠી પર લખેલું હતું – BHAU GANG 2020