+

દીપિકાએ JNU અને ઓરેન્જ બિકીની વિવાદ પર તોડ્યું મૌન અને કહી દીધી આ વાત….

અભિનેત્રી દીપિકા પાદુકોણના ખાતામાં વધુ એક મોટી ઉપલબ્ધિ જોડાઈ છે. તાજેતરમાં જ અભિનેત્રીને ટાઇમ મેગેઝીનના કવર પેજ પર સ્થાન મળ્યું છે. દીપિકા એ અમુક સેલેબ્સમાંની એક બની ગઈ છે જેમનો…

અભિનેત્રી દીપિકા પાદુકોણના ખાતામાં વધુ એક મોટી ઉપલબ્ધિ જોડાઈ છે. તાજેતરમાં જ અભિનેત્રીને ટાઇમ મેગેઝીનના કવર પેજ પર સ્થાન મળ્યું છે. દીપિકા એ અમુક સેલેબ્સમાંની એક બની ગઈ છે જેમનો ફોટો આ મેગેઝીનના કવર પર પ્રકાશિત થયો છે. આ મેગેઝીનના કવર પેજ પર દેખાવા સિવાય દીપિકાએ આ ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ‘પઠાણ’ ઓરેન્જ બિકીની વિવાદથી લઈને JNU વિવાદને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે.Image previewઆ કારણે આગ લાગી હતીજણાવી દઈએ કે વર્ષ 2020માં દીપિકા પાદુકોણ પોતાની ફિલ્મ ‘છપાક’ના સંબંધમાં દિલ્હી આવી હતી. આ દરમિયાન તેમણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની પણ મુલાકાત લીધી હતી. હકીકતમાં, તે જ સમયે, JNUમાં સુધારેલા નાગરિકતા કાયદા વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. તે સમયે દીપિકાના જેએનયુ પ્રવાસની ઘણી ટીકા થઈ હતી. તેની અસર ‘છપાક’ની કમાણી પર પણ જોવા મળી હતી. આ સિવાય ફિલ્મ ‘પઠાણ’ના ગીત ‘બેશરમ રંગ..’ દરમિયાન દીપિકાની ઓરેન્જ બિકીની વિવાદે જોર પકડ્યું હતું. હાલમાં જ અભિનેત્રીએ આ બધી બાબતો પર પોતાનું મૌન તોડ્યું છે.Image previewતે બિલકુલ વિચલીત નથીદીપિકાએ રાજકીય વિવાદ વિશે કહ્યું છે કે જ્યારે આ બધા વિવાદો ચાલી રહ્યા હતા, તે સમયે તે પોતાના કામમાં વ્યસ્ત હતી. તેણી કોઈ પણ બાબત અને વિરોધથી વિચલિત થઈ ન હતી. દીપિકાએ વધુમાં કહ્યું કે, ‘મને ખબર નથી કે મને તેના વિશે કંઈ મહેસૂસ થવું જોઈએ કે નહીં. પરંતુ, સત્ય એ છે કે મને તેના વિશે કશું જ લાગતું નથી.Image previewલગ્ન માટે આપી ટિપ્સવાતચીત દરમિયાન દીપિકા પાદુકોણે તેના લગ્ન જીવનની કેટલીક ટિપ્સ પણ શેર કરી હતી. તેણે કહ્યું, ‘મને લાગે છે કે આપણે બધા ફિલ્મોથી પ્રભાવિત થઈને અથવા આપણી આસપાસના સંબંધો અને લગ્નોથી પ્રભાવિત થઈને મોટા થઈએ છીએ. પરંતુ મને લાગે છે કે, તમે જેટલી જલ્દી સ્વીકારી લો કે આપણે જે પ્રવાસ પર છીએ અથવા બીજા બે લોકો જે પ્રવાસ પર છે તે અલગ છે. દરેકની સફર અલગ-અલગ હોય છે, આ વાત જેટલી જલ્દી સમજી લેશો એટલું સારું.

અહેવાલ -રવિ પટેલ, અમદાવાદ

આ પણ  વાંચો-રોશનભાભીએ SHOW ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ નોંધાવી જાતીય સતામણીની ફરિયાદ

Whatsapp share
facebook twitter